Home /News /madhya-gujarat /

અમદાવાદઃ નર્સે યુવતીને હાથે ઇન્જેક્શન આપ્યું તેમાથી ઝેર ફેલાયું

અમદાવાદઃ નર્સે યુવતીને હાથે ઇન્જેક્શન આપ્યું તેમાથી ઝેર ફેલાયું

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીને માર્ચ મહિનામાં તાવ આવતા પડોશમા રહેતી નર્સે બોટલ ચડાવી તેમાં આપેલા ઇન્જેક્શનથી ઇન્ફેક્શનના કારણે ઝેર થઇ ગયું હતું.

    ન્યૂઝ18ગુજરાતીઃ અમદાવાદના નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીને માર્ચ મહિનામાં તાવ આવતા પડોશમા રહેતી નર્સે બોટલ ચડાવી તેમાં આપેલા ઇન્જેક્શનથી ઇન્ફેક્શનના કારણે ઝેર થઇ ગયું હતું. એલજી હોસ્પિટલમાં બતાવતા ઓપરેશન કરાવવું પડ્યું હતું. આખરે નર્સે ખર્ચની રકમ ન ચૂકવતા યુવતીની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નર્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

    મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સમોરરેસિડેન્સીમાં રહેતા ઉષાબેન જૈને ફરિયાદ નોંધાવી છે કે, 24 માર્ચ 2019ના રોજ દીકરી માનસીને તાવ આવતો હોવાથી પડોશમાં ઇસનપુર આશીર્વાદ હોસ્પિટલમાં ફરજ બજાવતા દિવ્યાબેન હરમીત પાઠકને જાણ કરી હતી. તેણે દવા આપી હતી પરંતુ કોઇ ફેર પડ્યો ન્હોતો.

    બાદમાં તેઓ આશિર્વાદ હોસ્પિટલ લઇ ગયા હતા જયાં ડોક્ટર હાજર ન હોવાથી દિવ્યાબેને ફોન કરીને માનસી અંગે વાત કરી પરંતુ ડોક્ટરે દવા કેઇન્જેક્શન આપવાની ના પાડી હતી.

    આ પણ વાંચોઃ-'શતાયુ સન્માન-સૌ કરશે અચૂક મતદાન': મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

    છતાં બે બોટલ અને ઇન્જેક્શન લઇ ઘરે આવ્યા અને દિવ્યાબેન એક બોટલ માનસીને ચઢાવી ઇન્જેક્શન મારી દેતા માનસીનો હાથ કાળો પડી સુજી ગયો હતો. 26મીએ માનસીને વધુ દુખાવો થતાં તેને એલજી હોસ્પિટલ ખસેડતા હાથમાં ઝેર ફેલાઇ ગયાનું બહાર આવ્યું હતું ડોક્ટરે તેનું ઓપરેશન કર્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Fiver, Injection, Nurse, Police case, અમદાવાદ, છોકરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन