ગુજરાત યુનિ.માં સિન્ડિકેટની બેઠકમાં હોબાળો, ચેમ્બરના કાચ તૂટ્યા

News18 Gujarati
Updated: February 12, 2019, 7:42 AM IST
ગુજરાત યુનિ.માં સિન્ડિકેટની બેઠકમાં હોબાળો, ચેમ્બરના કાચ તૂટ્યા
ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠક દરમિયાન રજૂઆત કરતાં NSUIના કાર્યકર્તા

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. ચાલુ બેઠકમાં એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરોએ પહોંચી જઈ ઉગ્ર દેખાવો કર્યા હતા. આ બેઠકમાં એનએસયુઆઈના કાર્યકરોને રોકવામાં આવતા ચેમ્બરના ડોરનો કાચ તુટી ગયો હતો.

હોબાળા દરમિયાન NSUIએ આરોપ લગાવ્યો કે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું આયોજન ટાળી રહી છે, અને વાઈસ ચાન્સેલર ભાજપનો હાથો બનીને કામ કરતા હોવાનો આક્ષેપ પણ કાર્યકરોએ લગાવ્યો હતો. તો યુનિવર્સિટીના ભવન્સ કોલેજના પ્રિન્સિપાલ નીરાજા અરુણની નિમણૂંકનો વિવાદ પણ એનએસયુઆાઈએ ઉઠાવ્ઓ હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ દેશને ગોલ્ડ અપાવનાર ખેલાડીના આવી બદતર હાલત! આર્થિક તંગી એવી કે...

એનએસયુઆઈએ ચીમકી આપી છે કે જો સેનેટ ઈલેક્શન અંગે યુનિવર્સિટી દ્વારા નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરાશે. જ્યારે સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર ચૂંટણી અંગે ઠરાવ કરવામાં આવ્યો છે. જુના પ્રાવધાન મુજબ ઓક્ટોબર પહેલા ચૂંટણી યોજવા ઠરાવ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે NSUIના હોબાળા પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં ગુજરાત યુનિવર્સીટીનું વર્ષ 2019-20 નું 222 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટને બોર્ડ ઓફ એકાઉન્ટ અને સિન્ડિકેટએ મંજૂરી આપી છે. જેમાં રમત ગમત અને અન્ય પ્રવૃતિ માટે 1.73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્ટેલને આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવા ટ્રાન્ઝિટ હાઉસ બનાવવા 10 કરોડની જોગવાઈ કરાઈ છે. વિદ્યાર્થી લક્ષી પ્રવૃતિઓ માટે 8 કરોડની જોગવાઈ કરાઈ છે.આ ઉપરાંત આગામી વર્ષમાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ જેવા કે સ્કૂલ ઓફ એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, નેનોસાયન્સ અને મટિરીયલ સાયન્સને લગતા કોર્ષ શરુ કરવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થી અને સમાજને જોડી શકાય અને વિદ્યા્થી જેમાંથી પ્રેરણા મેળવી શકે તે હેતુથી સમાજમાં અલગ અલગ ક્ષેત્રે નામાન્કિત લોકો છે. જેમાં 6 લોકોને ડોક્ટરેટની માનદ પદવી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો છે. જેમાં રઘુવીર ચૌધરી, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ, બ્રહ્મવિહારી સ્વામી, અંકિત ત્રિવેદી, પરમાત્માનંદ ને આ માનદ પદવી આપવાનો નિર્ણય કરાયો છે. જેની માટે રાજ્યપાલની મંજૂરી મેળવવામાં આવશે. આ ઉપરાંત 13 ફેબ્રુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટીનો કોન્વોકેશન યોજાવાનો છે. જે અંતર્ગત સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રથમવાર એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને ગોલ્ડ મેડલ એનાયત કરવાનો પણ નિર્ણય કરાયો છે.
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading