નિખિલ સવાણીનો આરોપ, ફરિયાદમાં ભાજપના નેતાઓનાં નામ ન લખવા પોલીસ દબાણ કરે છે


Updated: January 9, 2020, 1:16 PM IST
નિખિલ સવાણીનો આરોપ, ફરિયાદમાં ભાજપના નેતાઓનાં નામ ન લખવા પોલીસ દબાણ કરે છે
SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નિખિલ સવાણીએ કહ્યું, ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટના શરણે જઈશું

SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નિખિલ સવાણીએ કહ્યું, ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટના શરણે જઈશું

  • Share this:
અમદાવાદ : મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો દ્વારા ઘર્ષણ સર્જાયું હતું, જેમાં નિખિલ સવાણી (Nikhil Savani) ઘાયલ થયા હતા. ત્યાર બાદ નિખિલ સવાણીને એસવીપી હોસ્પિટલ (SVP Hospital)માં દાખલ કરાયા હતા. આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નિખિલ સવાણી હોસ્પિટલમાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (Gujarat Congress) ખાતે આવીને પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી ઘટના મીડિયા સમક્ષ મૂકીને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

નિખિલ સવાણીએ આરોપ મૂક્યો કે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. સવાણીએ વધુ આરોપ કરતાં કહ્યું કે, પોલીસને ઋત્વિજ પટેલ, પ્રદીપસિંહ વાઘેલાના નામ ફરિયાદમાં ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. નામ દાખલ ન કરો બાકી આર્થિક કોઈ મદદ જોઈશે તો મદદ કરવાની ઓફર કરી છે.

નિખિલ સવાણીએ જણાવ્યું, 'રમેશ કોર્પોરેશનની બિલ્ડીંગથી અમે આગળ નથી વધ્યા અને રમેશ કોર્પોરેશન બિલ્ડીંગ પાસે ઊભા રહીને સુત્રોચ્ચાર કરતા હતા. તેવા સમયે ABVPના લોકો દ્વારા પહેલો પથ્થર મારવામાં  આવ્યો અને ત્યાર બાર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલાએ 'તું જ નિખિલ સવાણી' એમને નામ પૂછીને માર માર્યો છે. તેમ છતાં પણ પોલીસ પ્રદીપસિંહ વાઘેલાનું નામ ફરિયાદમાં દાખલ ન કરવા માટે દબાણ કરી રહી છે.'

સવાણીએ વધમાં કહ્યું, 'ઘટનાના વિઝ્યુઅલ અને સીસીટીવી છે તેમ છતાં પણ પોલીસ તપાસ કરતી નથી. જોકે ઘટના બની ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બની છે તેમ છતાં પણ પોલીસે કશું કર્યું નથી. પોલીસને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે તે રીતે બોલે છે.' નિખિલ સવાણીએ ચીમકી પણ ઉચ્ચારી છે કે પોલીસ ફરિયાદ દાખલ નહિ કરે તો કોર્ટના શરણે જઈશ.

આ પણ વાંચો, NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીનું મૂળ ભવન્સ કોલેજ?
First published: January 9, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading