Home /News /madhya-gujarat /

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણી નહીં કરાવવા બદલ NSUIએ કુલપતિની કાર રોકી ઘેરાવો કર્યો

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણી નહીં કરાવવા બદલ NSUIએ કુલપતિની કાર રોકી ઘેરાવો કર્યો

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણી નહીં કરાવવા બદલ NSUIએ કુલપતિની કાર રોકી ઘેરાવો કર્યો

રાજ્યની સૌથી જૂની અને મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થતા વિવાદનું કેન્દ્ર બની રહી છે

અમદાવાદ : રાજ્યની સૌથી જૂની અને મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થતા વિવાદનું કેન્દ્ર બની રહી છે. NSUIના કાર્યકરો દ્વારા દર વર્ષે અનેકવાર રજુઆત બાદ પણ દર વખતે ભાગતા ફરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કાર રોકી વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 4 વર્ષથી સતત વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થતા આખરે NSUI ના કાર્યકરો વધુ એકવાર ચૂંટણી યોજાય તે માટેની રજુઆત કરવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને મળવા પહોંચ્યા હતા. પરંતુ 11 વાગ્યા સુધી કુલપતિ તેમની ઓફિસમાં ગેરહાજર હોવાનું માલુમ પડતા આખરે કુલપતિને રજુઆત કરવા કુલપતિની શોધમાં કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા. ઓફિસમાં ગેરહાજર રહેલા કુલપતિ હિમાંશુ પંડ્યા આખરે તેમના ઘરે મળી આવતા વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓનો રોષ જોતા હિમાંશુ પંડ્યા ગુજરાત યુનિવર્સિટી તરફ આવવા નીકળ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ કુલપતિની ગાડીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધથી કુલપતિએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકયો હતો. એનએસયુઆઈના મહામંત્રી કૃણાલ પંડ્યાએ જણાવ્યું હતું કે સાહેબના ઘર તરફ ગયા ત્યારે તેઓ અહી આવવા નીકળ્યા હતા. તેઓએ 11 વાગે યુનિવર્સિટીમાં હાજર ન હતા તેથી અમે તેમના ઘરે ગયા હતા અને ગાડી રોકી ઘેરાવો કરવો પડ્યો. વિદ્યાર્થીઓનો રોષ જોતા કુલપતિ હિમાંશુ પંડ્યાને કેટલાક નેતાઓને રજુઆત માટે બોલાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતથી ગભરાયેલા કુલપતિએ આ મામલો મીડિયામાં ના ચગે એટલે મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે ચૂંટણી યોજવા કટિબદ્ધ હોવાની વાત કહી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની રજુઆતો બહુ સ્વાભાવિક હોય છે બને ત્યાં સુધી તેમને શાંતિ પૂર્વક રીતે સમજાવવાનો પ્રયાસ હોય છે. જો કે મીડીયાને કવરેજ કરતા કેમ રોકવામાં આવ્યા તેનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : 'તમે કીધું મારી પત્નીને પટાવી લે તો મેં પટાવી લીધી', શેઠના ત્રાસથી કારીગરનો આપઘાત

ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યા પદભાર સાંભળ્યો છે ત્યારથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ માટે દર વર્ષે યોજાવી જોઈતી એવી સેનેટની ચૂંટણી થતી નથી. ત્યારે વધુ એકવાર રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓને કુલપતિએ ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. ત્યારે સેનેટની ચૂંટણી યોજાશે કે કેમ તે એક મોટો સવાલ છે.
First published:

Tags: Chancellor, Elections, એનએસયુઆઇ, ગુજરાત યુનિવર્સિટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन