Home /News /madhya-gujarat /પઠાણકોટ હુમલો : આતંકવાદીઓને જીવતા પકડવાનો પ્લાન કેમ થયો નિષ્ફળ?

પઠાણકોટ હુમલો : આતંકવાદીઓને જીવતા પકડવાનો પ્લાન કેમ થયો નિષ્ફળ?

પઠાણકોટ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને જીવતા પકડવા માટે પ્લાન કરાયો હતો. જોકે એ નિષ્ફળ રહ્યો હતો અને અથડામણ વધુ લંબાઇ હતી. આખરે કેમ આ પ્લાન નિષ્ફળ ગયો? આ અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. એનએસજીના ડાયરેક્ટરે આ અંગે વિગતો આપી છે.

પઠાણકોટ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને જીવતા પકડવા માટે પ્લાન કરાયો હતો. જોકે એ નિષ્ફળ રહ્યો હતો અને અથડામણ વધુ લંબાઇ હતી. આખરે કેમ આ પ્લાન નિષ્ફળ ગયો? આ અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. એનએસજીના ડાયરેક્ટરે આ અંગે વિગતો આપી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને જીવતા પકડવા માટે પ્લાન કરાયો હતો. જોકે એ નિષ્ફળ રહ્યો હતો અને અથડામણ વધુ લંબાઇ હતી. આખરે કેમ આ પ્લાન નિષ્ફળ ગયો? આ અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. એનએસજીના ડાયરેક્ટરે આ અંગે વિગતો આપી છે.

ધ હિન્દુ અખબારને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ એનએસજીના ડાયરેક્ટર જનરલ આરસી તયાલે કહ્યું કે, આ ઓપરેશનનો ત્રીજો દિવસ હતો. એનએસજીના કમાન્ડોને બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. દિવાલ પર લાગેલા સેન્સર (અવાજ પકડનાર મશીન)થી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે, વાયુ સેના કેમ્પની અંદર ઓછામાં ઓછા બે આતંકવાદી છુપાયેલા છે.ત્યાં સુધી તો સુરક્ષા બળોએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.

એ હવે ઉભો થા, એનએસજી આવી ગયા, હવે આપણે ખતમ

સેન્સરથી આ આતંકવાદીઓની અંદરની વાતો સાંભળી શકાય હતી. જેમાં એક આતંકીએ બીજાને કહ્યું હતું કે, એ હવે ઉભો થા, એનએસજી આવી ગયું છે. હવે આપણે ખતમ. આ દરમિયાન લેફ્ટિનેન્ટ કર્નલ નિરંજન કુમાર એક આતંકીના શરીર પર લાગેલી આઇઇડી બોમ્બને ડિફ્યૂઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવામાં અચાનક બોમ્બ ફૂટ્યો હતો. જેમાં નિરંજન કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા.

એનએસજી ખતરો લેવા ઇચ્છતા ન હતા

તયાલનું કહેવું છે કે, આ ઘટના બાદ એનએસજી કોઇ પણ પ્રકારનો ખતરો માથે લેવા ઇચ્છતા ન હતા અને છેવટે એ નક્કી કરાયું કે જે જગ્યા એ બે આતંકવાદીઓ છુપાયા છે એ જગ્યાને બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવે. થોડીવારમાં આ હકીકત બન્યુ અને બંને આતંકીઓને જીવતા પકડવાની યોજના પણ ખતમ થઇ ગઇ. તયાલનું કહેવું છે કે, બંને આતંકીઓ પાસે એકે-47 રાયફલ ન હતી. એમની પાસે જરૂરી વિસ્ફોટક સામગ્રી અને ગ્રેનેડ હોવા જોઇએ. આ આતંકીઓને હુમલાની માત્ર મામુલી જ તાલીમ આપવામાં આવી હોવી જોઇએ.
First published:

Tags: આતંકવાદી, આતંકવાદી હુમલો, એનએસજી, પઠાણકોટ

विज्ञापन
विज्ञापन