Home /News /madhya-gujarat /NRI બાળકના અપહરણ કેસમાં બાળક-પિતાને શોધી લાવવા DSPને HCનો આદેશ

NRI બાળકના અપહરણ કેસમાં બાળક-પિતાને શોધી લાવવા DSPને HCનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે નવસારી અને વલસાડ ડીએસપીને આદેશ કર્યો છે કે, ઈંગ્લેન્ડમાં જન્મેલા 16 માસના બાળકને લઈ ભાગી ગયેલા પિતાની શોધ કરો. 16 માસના બાળકની માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે નવસારી અને વલસાડ ડીએસપીને આદેશ કર્યો છે કે, ઈંગ્લેન્ડમાં જન્મેલા 16 માસના બાળકને લઈ ભાગી ગયેલા પિતાની શોધ કરો. 16 માસના બાળકની માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ગુજરાત હાઈકોર્ટે નવસારી અને વલસાડ ડીએસપીને આદેશ કર્યો છે કે, ઈંગ્લેન્ડમાં જન્મેલા 16 માસના બાળકને લઈ ભાગી ગયેલા પિતાની શોધ કરો. 16 માસના બાળકની માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી.

જેમાં તેની રજૂઆત હતી કે, બાળકના પિતા ચાલુ વર્ષે સોળમી માર્ચના રોજ નંબર પ્લેટ વગરની કારમાં બાળકને લઈને ભાગી ગયો છે. આ ઉપરાંત, બાળકના પિતાએ તેના સસરાને ધમકી પણ આપી છે.

આ ઘટના બાદ, નવસારીના ડીએસપીના આદેશ છતાં, જલાલપુર પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી. બીજી તરફ, નવસારી કોર્ટે પતિને નોટિસ ફટકારી છે, પરંતુ હજુ સુધી તેની બજવણી જ થઈ નથી. 16 માસનું બાળક એક મા વગર કેવી રીતે રહી શકે.

મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ, આ દંપતિના લગ્ન થયા હતા. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ, પત્નીને પતિના લગ્નેત્તર સંબંધની જાણ થઈ હતી, જેથી તે પિયરમાં રહેતી હતી.
First published:

Tags: અપહરણ, અરજી, આદેશ, એનઆરઆઇ, ડીએસપી, નવસારી, પિતા, બાળક, માતા, વલસાડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन