બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઇન અરજી કરી મેળવી શકશે 'ગુજરાત કાર્ડ'

News18 Gujarati
Updated: June 21, 2018, 4:11 PM IST
બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઇન અરજી કરી મેળવી શકશે 'ગુજરાત કાર્ડ'
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
બિન નિવાસી વિભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિદેશમાં કે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમના પ્રશ્નો-સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના થકી ‘‘ગુજરાત કાર્ડ’’ આપવામાં આવે છે. આ કાર્ડ બિન નિવાસી ગુજરાતીઓ વિદેશમાં ઘેર બેઠાં-બેઠાં મેળવી શકે તે માટે ઓન લાઇન સુવિધા રાજ્ય સરકારે ઉપલબ્ધ બનાવી છે. જેમાં NRI પોતે કે તેમના વતી કોઇ વ્યક્તિ ફોર્મ ભરીને ઓનલાઇન અરજીની સુવિધાથી કાર્ડ મેળવી શકશે.

મુંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજીટલ ઇન્ડિયાનાં નિર્માણનાં સપનાને સાકાર કરવામાં ગુજરાતે અનેકવિધ નવતર કદમ ઉઠાવ્યા છે. ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે મુખ્યમુંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન થકી આ નવતર કદમ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ નિવડશે. આજના ટેક્નોલોજીના યુગમાં તમામ સુવિધાઓ ઘરે બેઠા ઓનલાઇન મળી રહી છે. NRI માટે ગુજરાત કાર્ડ મેળવવા ઓનલાઇન એપ્લિકેશન શરૂ કરી છે. NRGF ની www.nri.gujarat.gov.in વેબસાઇમાં ઓનલાઇન ફોર્મ ભરવાની તથા જરૂરી દસ્તાવેજો જોર્વાની સુવિધા ઉભી કરી છે. સાથે સાથે પેમેન્ટ ગેટ-વે દ્વારા ઓનલાઇન ફી ભરી શકાશે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, બિન નિવાસી ગુજરાતીઓને પોતાની ગુજરાતી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા પોતાના જ્ઞાન કૌશલ્ય અને નાણાકીય સ્ત્રોતનો ગુજરાત કાર્ડ અપાય છે. બિન નનવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અત્યાર સુધીમાં 20, 975 જેટલા ગુજરાત કાર્ડ ઇસ્યૂ કરાયા છે જેમાં 2033 NRI ગુજરાત કાર્ડ તથા 18972 NRG ગુજરાત કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. રાજ્યમા બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર, ફૂડ, હોટલ અને આતિથ્ય સત્કાર ,જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડલૂમ અને હેન્ડ્રીક્રાફ્ટ , હોસ્પિટલ અને હેલ્થકેર, કાયદાકીય ક્ષેત્ર, રીયલ એસ્ટેટ, શો રૂમ, ટુર્સ અને ટ્રાવેલ્સ જેવા ક્ષેત્રોમા ૬૧૨ જેટલી સુંસ્થાઓ જોડાયેલ છે જેમા ગુજરાત કાર્ડ ધરાવતા બિનનનવાસી ગુજરાતીઓ નક્કી થયા મુજબ નિયત વળતર પણ મેળવી શકે છે.
First published: June 21, 2018
વધુ વાંચો
अगली ख़बर