હવે ડૉકટર મિત્ર કરશે તમારી મફતમાં દવા, એએમસી દ્વારા 74 ડૉકટરોની ટીમ ઉભી કરવા લેવાયો નિર્ણય

News18 Gujarati
Updated: June 22, 2020, 8:21 PM IST
હવે ડૉકટર મિત્ર કરશે તમારી મફતમાં દવા, એએમસી દ્વારા 74 ડૉકટરોની ટીમ ઉભી કરવા લેવાયો નિર્ણય
હવે ડૉકટર મિત્ર કરશે તમારી મફતમાં દવા, એએમસી દ્વારા 74 ડૉકટરોની ટીમ ઉભી કરવા લેવાયો નિર્ણય

પ્રત્યેક ર્ડાકટર મિત્ર ટીમમાં ફિઝીશિયન , મેડીકલ ઓફિસર , લેબટેકનિશીયન , ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફનો સમાવેશ કરવાનો રહેશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલ શ્રેણીબદ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજે સાબરમતી રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા .વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાના અંતે આ અધિકારીઓ દ્વારા અમદાવાદમાં ડૉકટર મિત્ર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ -74 અર્બન હેલ્થ સેન્ટર તથા 7- કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્વારા તમામ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે આ હેલ્થ સેન્ટર ઉપરાંત નક્કી કરવામાં આવેલ સ્લમ વિસ્તારમાં સાંજે 5 થી 10 દરમિયાન નાગરિકજનોને સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શરદી, તાવ, ઉધરસની સારવાર , બેઝિક લેબ રીપોર્ટ અને દવાઓના વિતરણની કામગીરી કરવાની રહેશે. જે માટે 74 ર્ડાકટર મિત્ર ટીમ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રત્યેક ર્ડાકટર મિત્ર ટીમમાં ફિઝીશિયન , મેડીકલ ઓફિસર , લેબટેકનિશીયન , ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફનો સમાવેશ કરવાનો રહેશે.

આ પણ વાંચો - કોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP

આ માટે તાકિદે 3 માસ માટે કરાર આધારિત નિમણૂંક કરવાનો નિર્ણય કરવામાં આવી છે. જેમાં ફિઝીશિયન અને મેડીકલ ઓફિસરને પ્રતિમાસ 30,000 રૂપિયા, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન તથા પેરામેડીકલ સ્ટાફનેને પ્રતિમાસ 10,000 રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેનો ખર્ચ કોર્પોરેશનના બજેટમાંથી કરવાનો રહેશે .

આ ઉપરાંત આરોગ્ય એપને લઇને પણ આ બેઠકમા વિશેષ ચર્ચા થઇ હતી. આરોગ્ય સેતુ એપ કોરોના સંક્રમણને અટકાવવા માટેના એકશન પ્લાન બનાવવામાં, કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં તથા પીન્ક એરીયા અને અંબર એરીયામાં સર્વેલન્સમાં ખુબ જ ઉપયોગી સાબિત થયેલ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આ મોબાઈલ એપનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી કરતાં કર્મચારીઓ ( MPHW , ANA,આશાવર્કર ) દ્વારા સર્વેલન્સની કામગીરી દરમ્યાન લોકોને સમજણ પૂરી પાડી આ એપ્લિકેશન વધુમાં વધુ ડાઉનલોડ થાય તે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રત્યેક કર્મચારી દ્વારા પ્રતિદિન ઓછામાં ઓછી 20 એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની રહેશે. જેના માટે પ્રતિ એપ 5 રૂપિયાનું ઈન્સેન્ટીવ આપવાનું તથા પ્રતિદિન 20 કરતાં વધુ એપ ડાઉનલોડ કરવા ઉપર કર્મચારીને પ્રતિ એપ 10 રૂપિયાનું ઈન્સેન્ટીવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવાનો રહેશે.
First published: June 22, 2020, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading