Home /News /madhya-gujarat /

'કોરોના સંકટ વચ્ચે અમને ઘરે ઘરે ન મોકલો,' AMC બાદ હવે જિલ્લા પંચાયતના શિક્ષકોએ વ્યક્ત કરી વેદના

'કોરોના સંકટ વચ્ચે અમને ઘરે ઘરે ન મોકલો,' AMC બાદ હવે જિલ્લા પંચાયતના શિક્ષકોએ વ્યક્ત કરી વેદના

ઘરે ઘરે જઈને વિગત એકઠી કરવાની કામગીરીનો વિરોધ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો બાદ હવે જિલ્લા પંચાયત હસ્તકના શિક્ષકોએ સરકારી કામગીરીનો વિરોધ કર્યો.

અમદાવાદ : કોરોનાના કેસો (Coronavirus Cases) દિવસેને દિવસે વધી રહ્યા છે. આ સાથે શિક્ષકોમાં ત્રણ કેસ પોઝિટિવ (Corona Positive Cases) આવતા શિક્ષકો (Teachers)માં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત શાળાઓના શિક્ષકોએ સોંપાયેલી કામગીરી કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ કામગીરીનો વિરોધ કર્યો છે.

શિક્ષકોએ માંગ કરી છે કે તેઓને લોકોના ઘરે ઘરે ફરીને જે ફોર્મ ભરાવવાની અને તેઓના આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર મેળવવાની કામગીરી સોપવામાં આવી છે, તેનો અમે ઇન્કાર કરીએ છીએ. અમને સરકારી કામગીરીનો કોઈ વિરોધ નથી પરંતુ પહેલા જે રીતે વાજબી ભાવની દુકાનો પર બેસી ફોર્મ ભરાવવાની કામગીરી સોંપાઈ હતી તે સોંપવામાં આવે. શિક્ષકો વાજબી ભાવની દુકાનો પર સેફ્ટી કીટ સાથે બેસી કામગીરી કરવા તૈયાર છે.

આ પણ વાંચો : અક્ષય તૃતીયાઃ જાણી લો સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, નહીં માનનારને થશે જેલ

એડિશનલ કલેક્ટર અને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ અમદાવાદના આદેશ અનુસાર નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લૉકડાઉન જાહેર કરાયું છે, એ લૉકડાઉનના કારણે ગરીબ અને શ્રમજીવી તેમજ રોજિંદી કામગીરી કરનાર મજૂર વર્ગની હાલત ખરાબ છે. આથી મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ 1 હજાર જમા કરાવવાની યોજનાને લઈ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.



મહત્વનું છે કે જિલ્લા પંચાયતના શિક્ષકો પહેલા મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકો પણ આ કામગીરીનો વિરોધ કરી ચુક્યા છે, પરંતુ અન્ન નાગરિક પુરવઠા અધિકારીઓ દ્વારા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારતા શિક્ષકો કમને પણ કામે લાગી ગયા હતા. હવે જિલ્લા પંચાયતના શિક્ષકોમાં નારાજગીના સૂર જોવા મળ્યા છે. શિક્ષક માટે એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ...પરંતુ જ્યારે પણ રાજ્યમાં કોઈ આપત્તિ આવે છે ત્યારે શિક્ષકોની હાલત કફોડી થાય છે તે વાત નક્કી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Teacher, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन