અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ (Mobile) અને ચેન સ્નેચરો (Chain Snatchers) એ જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી તો સૂમસામ રસ્તો બાઈક પર આવેલા સ્નેચરોએ ચેઇન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગ કર્યું હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જોકે હવે ભરચક ટ્રાફિકમાં (traffic) પણ મોબાઈલ સ્નેચિંગ થવા લાગ્યા છે. શહેરના કાલુપુર બ્રિજ પર આ પ્રકારનો એક બનાવ બન્યો છે. એક સિનિયર સીટીઝનને ટ્રાફિકના કારણે મોટર સાયકલ ધીમે ધીમે ચલાવવું ભારે પડ્યું છે.
ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા 66 વર્ષીય વિનોદ ચંદ્ર ચુડાસમા 23મી ફેબ્રુઆરીએ તેમનું મોટરસાયકલ લઈને નિકોલ કામ અર્થે ગયા હતા. સાંજના પાંચ વાગ્યાની આસપાસ તે અને તેમના ઓળખીતા કાનજીભાઈ ગોહિલ કાલુપુર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા.
કાલુપુર બ્રિજ પર ટ્રાફિક હોવાથી તેઓ પોતાનો મોટરસાયકલ ધીમે ધીમે ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ફૂટપાથ પર ઊભેલો એક ઈસમ તેમની નજીક આવ્યો હતો અને કાકા તમે ગાડી જોઈને ચલાવતા નથી તેમ કહીને તેમના ખિસ્સામાં રહેલો મોબાઈલ ખેંચીને કાલુપુર બ્રિજ પર આવેલ સીડી ઉતરી ને નીચે ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ
આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક
આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી
જે અંગે ની જાણ તેઓએ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે મહત્વની બાબત તો એ પણ છે કે ગઈકાલે શહેરના શાહીબાગ વિસ્તારમાં પણ એક્ટીવા પર આવેલા બે ઈસમો એલ.આઇ.સી એજન્ટ ના એકટીવા ના હુક મા ભરાવેલ રૂપિયા ૩ લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના એસજી હાઈવે ઉપર અને સીટી વિસ્તારોમાં ચોરીઓ થવાની ઘટનાઓ વધતી જાય છે. ગઠિયાઓ કારના કાચ તોડીને કારમાં રહેલી મતાની ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવી ઘટનાઓના પગલે શહેરીજનોમાં ચિંતા ફેલાઈ છે.