Home /News /madhya-gujarat /અમદાવાદીઓ 18મી મેથી આ સ્ટેશન પરથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે

અમદાવાદીઓ 18મી મેથી આ સ્ટેશન પરથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે

અમદાવાદ મેટ્રોની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ 15મી માર્ચે વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્ક વચ્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ ફેઝનો પ્રારંભ કરાવ્યો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ચોથી માર્ચના રોજ અમદાવાદ મેટ્રોનો પ્રારંભ કરાવી દીધો હતો.જોકે, અમદાવાદ મેટ્રોના રૂટમાં આવતા સ્ટેશનો પૈકી તમામ સ્ટેશન પર મેટ્રોની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ થયો નહોતો. 4 માર્ચે અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની વચ્ચે મેટ્રોની સુવિધા શરૂ થઈ હતી. જેમાં વસ્ત્રાલગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈ વાડી અને એપરલ પાર્કનો સમાવેશ થતો હતો.

    આ રૂટમાં આવતા સ્ટેશનમાં 15મી એપ્રીલથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશનન ખાતેથી મેટ્રોની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. જોકે, હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી 18મી મેથી અમરાઈ વાડી ખાતેથી પણ મેટ્રોની સુવિધાનો પ્રારંભ થશે.

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી આયોજનો પૈકીના એક એવા અમદાવાદ મેટ્રોનું ખાતમહૂર્ત થઈ ગયા બાદ નિરાંત ચોકડી અને અમરાઈ વાડી સ્ટેશન કાર્યરત થયા નહોતા . આ બંને સ્ટેશનને મેટ્રોના ઉદ્ઘઘાટન સમયે ખુલ્લા મૂકાયા ન હોવાથી તબક્કા વાર શરૂ કરાયા છે. નિરાંત ચોકડી સ્ટેશન ખુલ્લુ મૂકાયા બાદ હવે આગામી 18મી મેથી અમદાવાદ વાસીઓ અમરાઈ વાડી ખાતેથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ahmedabad Metro

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन