મહત્ત્વનો નિર્ણય : રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ હવેથી યુનિફોર્મ પહેરવો પડશે

મહત્ત્વનો નિર્ણય : રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ હવેથી યુનિફોર્મ પહેરવો પડશે
પ્રતિકાત્મક તસવીર

સરકારના આદેશનો અમલ આ મહિનાથી જ કરાવવામાં આવશે, ડ્રાઇવરે કપડાં ઉપર વાદળી એપ્રોન પહેરવું પડશે.

 • Share this:
  ગાંધીનગર : રાજ્યના વાહન વ્યવહાર વિભાગ (Transport Department) તરફથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ રિક્ષા ચાલકો (Auto Drivers)એ યુનિફોર્મ તરીકે હવેથી કપડાંની ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. રિક્ષા ચાલકોની ઓળખ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારનું કહેવું છે કે આ મામલે રિક્ષા ચાલકોના એસોસિએશન (Rickshaw Associations) સાથે બેઠક કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે.

  નોંધનીય છે કે ગુજરાતમાં રિક્ષા ચાલકો માટે કોઈ ડ્રેસ કે બેઝ નથી. જ્યારે અનેક રાજ્યમાં રિક્ષા ચાલકો માટે ખાસ ડ્રેસકોડ છે. તેમજ અનેક રાજ્યમાં રિક્ષા ચાલકો ડ્રેસની સાથે સાથે બેઝ પણ પહેરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત સરકારે રિક્ષા ચાલકોની ઓળખ પ્રસ્થાપિત થઈ શકે તે માટે વાદળી રંગનું એપ્રોન ફરજિયાત કર્યું છે. મહત્ત્વનું છે કે આ એપ્રોન સરકાર તરફથી નહીં આપવામાં આવે પરંતુ જે તે રિક્ષા ચાલકે જાતે જ ખરીદવું પડશે અથવા સીવડાવવું પડશે. એટલું જ નહીં આ જાહેરનામાનો અમલ આ મહિનાથી જ કરાવવામાં આવશે.  આ પણ વાંચો : આ ભારતીય ફાર્મા કંપનીને મળી કોવિડ 19ની Favipiravir દવા બનાવવાની મંજૂરી

  સરકારનું જાહેરનામું :

  રાજ્યમાં ઓટો રિક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ, 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રિક્ષા ડ્રાઇવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. તા.16/11/2019ના જાહેરનામાંથી ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઇવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.

  જે અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઇવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી. વિવિધ બેઠકોમાં થયેલ ચર્ચા-વિચારણાના આધારે કાળજીપૂર્વકની પુખ્ત વિચારણાને અંતે સરકાર ઓટો રિક્ષા ડ્રાઇવર્સના યુનિફોર્મ સંબંધમાં નીચે મુજબ ઠરાવે છે.  વીડિયો જુઓ : અંબાજીની ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી

  "ગુજરાત મોટર વાહન નિયમો, 1989ના નિયમ 19(1) અન્વયે રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઇવર માટે તેઓએ પહેરેલા કપડાની ઉપર વાદળી કલરના એપ્રોનને યુનિફોર્મ તરીકે આથી નક્કી કરવામાં આવે છે."
  Published by:Vinod Zankhaliya
  First published:July 14, 2020, 15:32 pm

  ટૉપ ન્યૂઝ