Home /News /madhya-gujarat /AMCમાં ખુલાસો! માત્ર શ્વાન, બિલાડી જ નહી, માણસ પણ કરડે છે, 18ના મોત

AMCમાં ખુલાસો! માત્ર શ્વાન, બિલાડી જ નહી, માણસ પણ કરડે છે, 18ના મોત

નવ વર્ષમાં 4 લાખ 16 હજાર શ્વાન લોકોને કરડ્યા, 4224 લોકોને છેલ્લા નવ વર્ષમાં બિલાડી કરડી

નવ વર્ષમાં 4 લાખ 16 હજાર શ્વાન લોકોને કરડ્યા, 4224 લોકોને છેલ્લા નવ વર્ષમાં બિલાડી કરડી

    પ્રણવ પટેલ -અમદાવાદ

    જાહેર રસ્તા પર જઇ રહ્યા હોય અને શ્વાન કરડવાની અનેક ઘટના બની હશ, પરંતુ આજે અમે જે વાત કરવા જઇ રહ્યા છીએ, તે જાણી તમને અહોમ આશ્રર્ય ચોકશ થશે.. કારણ કે વાત શ્વાનના કરડવાની નથી, પરંતુ અન્ય પશુ પ્રાણીઓ કરડવાની છે. એએમસીના સામાન્ય સભાની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યો છે. તે જાણી તમને પણ નવાઇ થશે. અને તમે પણ ચોકી જશો. શહેરમાં શ્વાન સિવાય અને પશુ પ્રાણીઓનો ત્રાસ વધ્ય હોવાના સરકારી આંકડા બહાર આવ્યા છે. તો શું છે, અમદાવાદીઓ પર શ્વાન બાદ પશુ પ્રાણીનો આંતક જોઇએ આ અહેવાલમાં.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિશેષ બજેટ સત્ર,, બે દિવસ મળ્યુ હતું. જેમાં શહેરના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબે સૌ કોઇ અમદાવાદીઓિને આશ્રચર્યમાં મુકી દીધા છે. શહેરમાં શ્વાન બાદ હવે, બિલાડી, ઉંટ, ઘોડા, ભુંડ, ઉંદર અને માણસ કરડવાના કેસો સામે આવ્યા છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા નવ વર્ષમાં 4 લાખ 16 હજાર શ્વાન લોકોને કરડ્યા, 4224 લોકોને છેલ્લા નવ વર્ષમાં બિલાડી કરડી. 1155 વ્યક્તિને વાંદરાઓ બચક્યા ભર્યા હોવાના આંકડા બહાર આવ્યા છે. તેની સાથે નવ વર્ષમાં 352 લોકોને ઉંદર, 7 લોકોને ઉંટ, 3 લોકોને ઘોડા, 17 લોકોને માણસ, 5 લોકોને બકરી, અને 2 લોકોને ભુંડ તથા માણસ કરડ્યા હોવાની પણ માહિતી બહાર આવી છે. જેમાં 2 સ્ત્રી અને 12 પુરુષ આમ કુલ 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

    અમદાવાદ શહેરની વસ્તી 60 લાખથી વધુ છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 લાખ થી વધુ શ્વાન છે. જે 20 અમદાવાદીઓ દીઠ એક શ્વાન થયા છે. વિપક્ષ આરોપ છે કે, એએમસી સત્તાધીશો શ્વાનની ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમ છતાં કોઇ નકર પરિણામ નથી મળ્યુ.

    શહેરમાં હવે અમદાવાદીઓએ શ્વાન થઇ નહી, પરંતુ બિલાડી, ઉંદર, ઉંટ અને ઘોડાથી પણ દુર રહેવું પડશે. કારણ કે તે ગમે ત્યારે કરડી શકે છે, અને તમારી મોત પણ થઇ શકે છે. તો તમે પણ જ્યારે પણ આવા પ્રાણી અને પશુઓ નજીક જશો તો સાવચેત રહે જો. ત્યારે માણસોના કરડવાના કિસ્સાએ પણ ભારે ચર્ચા જગાવી છે
    First published: