અમદાવાદમાં યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં કોર્પોરેશનની એક પણ શાળા નહીં


Updated: December 14, 2019, 7:55 PM IST
અમદાવાદમાં યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં કોર્પોરેશનની એક પણ શાળા નહીં
અમદાવાદમાં યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં એક પણ કોર્પોરેશનની શાળા નહીં

અમદાવાદની 42 શાળાનાં 504 વિદ્યાર્થીઓએ આ ટુર્નામેટન્માં ભાગ લીધો હતો

  • Share this:
અમદાવાદ : અમદાવાદના એઈટ ફાલ્કન સ્પોર્ટ્સ એન્ડ ઈવેન્ટ દ્વારા ઈન્ટર સ્કૂલ જૂનિયર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માટે કુલ 8 આયોજકો અમદાવાદના 7 ઝોનમાં આવેલી અલગ અલગ કુલ 300 શાળામાં ગયા હતા. જેમણે કબડ્ડીની ઈવેન્ટ માટે શાળા પ્રિન્સિપાલ સાથે વાત કરી હતી. કબડ્ડીનાં આયોજક સચિન પટેલનાં કહેવા પ્રમાણે ઘણી શાળાઓ એવી હતી જ્યાં કબડ્ડી રમત રમાડવામાં આવતી ન હતી. તો ઘણી શાળાઓ એવી પણ હતી જેમની પાસે રમવા માટે મેદાન જ ન હતું. એટલું જ નહીં KBDના આયોજન માટે એક પણ સરકારી શાળા તૈયાર થઈ ન હતી કારણ કે સરકારી શાળાના બાળકોને કબડ્ડી રમત શું છે. તે પણ ખબર ન હતી.

અમદાવાદની 42 શાળાનાં 504 વિદ્યાર્થીઓએ આ ટુર્નામેટન્માં ભાગ લીધો હતો. 14 અને 15 ડિસેમ્બરે યોજાનારી કબડ્ડીની રમતમાં જે વિજેતા થશે તેમના માટે મોટા ઈનામો રાખવામાં આવ્યા છે. જેમાં વિનર ઓફ ધ ટૂર્નામેન્ટને 51 હજાર કેશ પ્રાઈઝ, ફર્સ્ટ રનર અપને 31 હજાર જ્યારે સેકન્ડ રનર અપને 11 હજારના કેશ પ્રાઈઝ તેમજ વિનર ટીમોના ખેલાડીઓને ટ્રોફી અને મેડલ તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જોકે નવાઈની વાત એ છે કે અમદાવાદની 500 શાળામાંથી માત્ર 42 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કોર્પેોરેશનની એક પણ શાળા નથી.

આ પણ વાંચો - શું BRTS જંક્શન પર RFID ગેટ્સ લગાવવાથી અકસ્માત અટકશે?

બાળકોને પ્રોત્સાહન આપવા માટે કબડ્ડી ટુર્નામેન્ટમાં હાજર રહેલાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દુ:ખ વ્યકત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં કબડ્ડીની રમત વિસરાઈ ગઈ છે. પરંતુ આ રમતને જીવંત કેવી રીતે કરવી તે અંગે ઘણાં ઓછાં લોકો વિચારે છે. આ અંગે 8 અમદાવાદીઓએ વિચાર્યુ છે તે ખરેખર સારી વાત કહેવાય. આપણી ભાતીગળ રમત વિસરાઈ ના જાય તે માટે ગુજરાત સરકાર ચિતિંત છે.

આપણે ત્યાં ક્રિકેટ અને ફૂટબોલને વધારે મહત્વ આપવામાં આવે છે પરંતુ આપણી પરંપરાગત રમતો ને આપણે ભૂલાવી રહ્યા છીએ. આ અંગે એઈટ ફાલ્કન સ્પોર્ટસ એન્ડ ઈવેન્ટના આયોજક વિશાલ પટેલે જણાવ્યું હતું કે તેમનાં બાળકો જ્યારે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ આવ્યા હતા. ત્યારે તેમણે હરિયાણાની ટીમને જોઈ હતી. હરિયાણા પાસે કબડ્ડી માટે જે ઈન્ફ્રાસ્ટ્ર્કચર છે તે ગુજરાત પાસે નથી. જેને કારણે તેમણે ગુજરાતમાં કબડ્ડી રમત રમાય તે માટે વિચાર કર્યો હતો.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर