દરેક કેદીને સમાન ગણી 31 ઓગસ્ટ સુધી પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન લંબાવવાની માંગ સાથે જાહેરહિતની અરજી

દરેક કેદીને સમાન ગણી 31 ઓગસ્ટ સુધી પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન લંબાવવાની માંગ સાથે જાહેરહિતની અરજી
પ્રતિકાત્મક તસવીર

હાઈકોર્ટમાં અરજદારના વકીલની માગ હતી કે જેલમાં રહેલા તમામ કેદીઓને સમકક્ષ ગણીને તેમની સાથે સમાન વહેવાર કરો

  • Share this:
અમદાવાદ : રાજ્યભરમાં વિવિધ કેસમાં પાકા કામના અને અટકાયત કરાયેલા કેદીઓ કે જેઓ પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન પર છે. તેમના આ પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન હાઈકોર્ટ દ્વારા 31 ઓગષ્ટ 2020 સુધી લંબાવવામાં આવે તેવી માગ સાથે થયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો છે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની માગ હતી કે, જેલમાં રહેલા તમામ કેદીઓને સમકક્ષ ગણીને તેમની સાથે સમાન વહેવાર કરો. જેમાં, કાચા કામના કેદીઓની જેમ, પાકા કામના કેદીઓ, અટકાયત કરાયેલા કેદીઓના પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન 31 ઓગષ્ટ 2020 સુધી લંબાવી આપો. હાઈકોર્ટ જવાબદાર સત્તાધીશો કે જેલના સત્તાધીશોને સ્પષ્ટતા પૂર્વક નિર્દેશ આપે કે કોરોના વાયરસના લીધે, જે કેદીઓ પરત આવ્યા નથી ( કોઈપણ કેટેગરીના ) તેમને અનુલક્ષીને કોઈપણ પ્રકારની વિરોધીભાસી ટિપ્પણી જેલ રેકર્ડમાં કરવામાં આવે નહીં.આ પણ વાંચો - કેશુભાઈથી સીઆર પાટીલ સુધી, જાણો અત્યાર સુધી કોને-કોને મળ્યો છે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ

હાઈકોર્ટમાં અરજદારની એ પણ રજૂઆત હતી કે, રાજ્યની વિવિધ જેલમાં 54 કેદીઓ અને 16 જેલ સ્ટાફ કોરોના પોઝિટવ આવ્યા છે. હાલ જેલમાં પણ તેની ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવી રહ્યા છે. જેથી, ભીડના લીધે, કેદીઓમાં કોરોનાનો ચેપ ફેલાવવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં જેલ બહાર રહેલા પાકા કામના કેદીઓ અને અટકાયત કરાયેલા કેદીઓના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન લંબાવી આપો. બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેદીઓને પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન આપવા માટે રાજ્યમાં હાઈપાવર કમિટીની રચના થયેલી છે. આ અંગે નિર્ણય લેવાની સત્તા તેમના પાસે છે. હાઇકોર્ટે તમામ સુનવણીને અંતે ચુકાદો અનામત રાખ્યો છે.
Published by:Ashish Goyal
First published:July 20, 2020, 22:40 pm

टॉप स्टोरीज