હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં ફરી ગેરહાજર, બિન જામીનપાત્ર વોરન્ટ યથાવત

News18 Gujarati
Updated: February 15, 2020, 9:57 PM IST
હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં ફરી ગેરહાજર, બિન જામીનપાત્ર વોરન્ટ યથાવત
હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં ફરી ગેરહાજર, બિન જામીનપાત્ર વોરન્ટ યથાવત

આ કેસમાં હવે 29મી ફેબ્રઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે

  • Share this:
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન રાજદ્રોહ કેસના મામલે હાર્દિક પટેલ ફરીથી આજે ગેરહાજર રહેતા સેસન્સ કોર્ટે તેની સામે બિન જામીનપાત્ર વોરન્ટ યથાવત રાખ્યુ છે. પરીણામે ફરી કોર્ટમાં સુનવણી ટળી હતી. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ અગાઉ નીકળેલ વોરન્ટ આજે પણ યથાવત રાખ્યું છે. આ કેસમાં હવે 29મી ફેબ્રઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. વારંવાર કેસની સુનાવણીમાં ગેરહાજર રહેતા હાર્દીક સામે સેસન્સ કોર્ટે ગત સુનાવણીએ લાલ આંખ કરતા બીજી વાર બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યુ હતુ. તેમ છતા હાર્દીકની ગેરહાજરી રહેતા સરકારે સખત વિરોધ કર્યો હતો.

પાટીદાર આંદોલન 2015ના રાજદ્રોહ કેસને મામલે હાર્દીક વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે ગત સુનાવણીમાં બીજીવાર બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યુ હતુ. અગાઉ હાર્દીકે દરેક સુનાવણીમાં કોર્ટમાં હાજર રહીશ તેવી બાંહેધરી કોર્ટેને આપી હતી ત્યારબાદ પણ તે હાજર ન રહેતા કોર્ટે ફરીવાર બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરેલુ છે., સેસન્સ કોર્ટે ફરીવાર બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરતા હાર્દીકની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચો - સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં : હાઈકોર્ટ

ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં. નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading