અમદાવાદ : શહેરનાં 11 વિસ્તારોમાં આજે પાણી કાપ, 7 લાખ લોકોને અસર પહોંચશે

News18 Gujarati
Updated: September 26, 2019, 9:39 AM IST
અમદાવાદ : શહેરનાં 11 વિસ્તારોમાં આજે પાણી કાપ, 7 લાખ લોકોને અસર પહોંચશે
સમારકામને કારણે પાણીકાપ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે શહેરમાં ફરી પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આજે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે શહેરમાં ફરી પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આજે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. શહેરના જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, સરખેજ, મકતમપુરા, ગોતા, ચંદલોડિયા, કાળી, ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં આજે પાણી કાપની અસર જોવા મળશે.

પાણી કાપને લઈને આજે અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીકાપની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ જાસપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની કેટલીક ટેક્નિકલ કામીગીરી છે. અમુક વિસ્તારોમાં ડહોળું પાણી મળતું હોવાની ફરિયાદો બાદ કોર્પોરેશન તરફથી નવું ફિલ્ટર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલો સમય લાગશે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 27 કરોડના ખર્ચે જાસપુર વોટર પ્લાન્ટમાં 275 MLD પાણી પૂરુ પાડવા જોડાણ કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી પૂરી કરવામાં 24 કલાકનો સમય લાગે તેમ છે. આથી અંદાજે દોઢ દિવસ સુધી શહેરનાં 3 ઝોનમાં 11 વિસ્તારોમાં પાણીકાપ રહેશે. જે બાદ શનિવારથી લોકોને રાબેતા મુજબ પાણી મળવા લાગશે.આ પણ વાંચો : 
First published: September 26, 2019, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading