અમદાવાદ : લોકડાઉનમાં બિનજરૂરી ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી


Updated: March 26, 2020, 8:40 PM IST
અમદાવાદ : લોકડાઉનમાં બિનજરૂરી ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી
અમદાવાદ : લોકડાઉનમાં બિનજરૂરી ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી

અમદાવાદમાં પણ તેનો કડકમાં કડક અમલ થાય તે માટે સ્થાનિક પોલીસ સતત ખડેપગે છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણની સામે લડવા માટે પ્રધાનમંત્રીએ 21 દિવસ માટે સમગ્ર દેશમાં lockdown જાહેર કર્યું છે ત્યારે અમદાવાદમાં પણ તેનો કડકમાં કડક અમલ થાય તે માટે સ્થાનિક પોલીસ સતત ખડેપગે છે. બીજી તરફ આજે શહેરના કેટલાક વિસ્તારોમાં આર એ એફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તાર એટલે કે શાહપુર મિર્ઝાપુર અને કારંજ વિસ્તારમાં સ્થાનિક પોલીસે આર એ એફ જવાનોને સાથે રાખી ને પેટ્રોલિંગ કર્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન શહેર પોલીસે લાઉડ સ્પીકર સાથે દરેક લોકોને અપીલ કરી છે કે કામ સિવાય કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ ઘરની બહાર નીકળવું કોઈ ખોટી અફવાઓથી દોહરાવું આવું નહીં. આ સિવાય દરિયાપુર વિસ્તારમાં પણ આરે એફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - 135 કિલોમીટર ચાલી પોતાના ગામ પહોંચ્યો મજૂર, બે દિવસ ભૂખ્યા રહી ફક્ત પાણીના સહારે કરી સફર

પેટ્રોલિંગ પહેલા ખૂબ જ એક મહત્વની બાબત સામે આવી હતી. કોરોના વાયરસનું સંક્રમણ સામે લડવા માટે મહત્વની બાબત હોય તો તે સોશિયલ ડિસ્ટન્સ છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ પહેલા રોલ કોલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓને એક- એક મીટરના અંતરે ઉભા રાખવામાં આવ્યા હતા. સામાન્ય નાગરિકોને પણ આ બાબતને ધ્યાનમાં લેવી ખૂબ જ મહત્વની છે કારણ કે કોરોના વાયરસના સંક્રમણની સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સ પણ ખૂબ જ મહત્વનું છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर