Home /News /madhya-gujarat /

કોરોના કાળ: સાબરમતી આશ્રમે ગાંધી જયંતિ ઉજવણીના કાર્યક્રમો રદ કર્યા

કોરોના કાળ: સાબરમતી આશ્રમે ગાંધી જયંતિ ઉજવણીના કાર્યક્રમો રદ કર્યા

ફાઇલ તસવીર.

સાબરમતી આશ્રમના ડિરેકટર અતુલ પંડ્યાએ જણાવ્યુ કે, આ વખતે કોઈ કાર્યકર્મનું આયોજન નથી કર્યું. બીજી ઓક્ટોબરે ફક્ત સર્વધર્મ પ્રાર્થના થશે. તેમાં પણ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi)ની કર્મભૂમિ એવો સાબરમતી આશ્રમ આ વખતે તમામ પ્રકારની ઉજવાણીથી દૂર રહેશે. માત્ર આશ્રમના ગણતરીના લોકો સર્વધર્મ પ્રાર્થના કરી છૂટા પડશે. સામાન્ય રીતે બીજી ઓક્ટોરના દિવસે એટલે કે ગાંધી જયંતિ (Gandhi Jayanti)ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.

'હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ ફરું.' રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ જ આશ્રમ ખાતેથી સત્યાગ્રહની હાંકલ કરી હતી અને દાંડી સુધી મીઠાના સત્યાગ્રહ માટે કૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો હતો, ત્યાં દર વર્ષે ગાંધી જ્યંતિ નિમિત્તે અને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના ઉપરાંત અલગ અલગ કાર્યક્રમનું આયોજન થતું હોય છે.

આ પણ વાંચો: કોરનાથી બચવા ગુજરાતમાં Virus Shut Outનું ધૂમ વેચાણ, આ વસ્તુ ખરીદવી કે નહીં? જાણો ડૉક્ટરનો મત

આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આવીને લેક્ચર પણ આપતા હોય છે. આ ઉપરાંત ગાંધી પ્રદર્શનનું આયોજન થતું હોય છે. એટલું જ નહીં આશ્રમની શાળાના બાળકોને પણ આમંત્રણ આપવામાં આવે છે. અને તમામ લોકો આ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે.

બીજું કે આઝાદીની લડાઈમાં ભાગ લેનારા અને ગાંધીજી સાથે સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને સંક્રમિત લોકોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે સાબરમતી આશ્રમ સંચાલકોએ ગાંધી જયંતિની ઉજવણીથી અળગા રહેવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: અંગત અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, એક યુવકની હત્યા, માતા ગંભીર રીતે ઘાયલ

સાબરમતી આશ્રમના ડિરેકટર અતુલ પંડ્યાએ જણાવ્યુ કે, આ વખતે કોઈ કાર્યકર્મનું આયોજન નથી કર્યું. બીજી ઓક્ટોબરે સવારે ફક્ત સર્વધર્મ પ્રાર્થના થશે. તેમાં પણ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. માત્ર આશ્રમના જ 30થી 40 લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના પાલન સાથે પ્રાર્થના કરશે. જે બાદમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અંજલિ અર્પણ કરાશે. આ બાબતે આશ્રમના લોકો કહી રહ્યા છે કે કદાચ આશ્રમના ઇતિહાસમાં આવું પ્રથમવાર બનશે જ્યારે અહીં કોઈ કાર્યક્રમ નહીં થાય.

મહત્ત્વનું છે કે કોરોના વાયરસના વધતા સંક્રમણે તમામ પ્રકારના આયોજનો ખોરવી નાખ્યા છે. એવામાં સાબરમતી આશ્રમ પણ બાકાત રહ્યો નથી. અહીં આયોજનો રદ કરવાની સાથે સાથે આશ્રમ આવતા મુલાકાતીઓ માટે પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Gandhi Ashram, Gandhi Jayanti, Gandhiji, Sabarmati Ashram, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन