Home /News /madhya-gujarat /ગુજરાતમાં પ્રિયંકા ગાંધીના ભાષણની આ વાતની કદાચ કોઈએ નોંધ ન લીધી!

ગુજરાતમાં પ્રિયંકા ગાંધીના ભાષણની આ વાતની કદાચ કોઈએ નોંધ ન લીધી!

પ્રિયંકા ગાંધી વાડ્રાની ફાઇલ તસવીર

ગુરુવારે આસામના કોંગ્રેસના સાંસદ સુસ્મિતા દેવે પ્રિયંકા ગાંધીના ભાષણનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

    નવી દિલ્હી : ગાંધીનગરના અડાલજ ખાતે જન સંકલ્પ રેલી દરમિયાન કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આઠ મિનિટની સ્પીચ આપી હતી. જાન્યુઆરીમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધીની આ પ્રથમ સ્પીચ હતી. પોતાની સ્પીચમાં પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

    પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રાના ભાષણની એક ખાસ વાત હતી જે મોટા ભાગના લોકો ચૂકી ગયા હતા. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત "મેરી પ્યારી બહનો ઔર ભાઈઓ"થી કરી હતી. સામાન્ય રીતે ભાષણની શરૂઆતમાં 'મારા પ્રિય ભાઈઓ અને બહેનો' સાથે કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રિયંકાએ આ શબ્દોનો ઉલટાવી નાખ્યા હતા.

    ગુરુવારે આસામના કોંગ્રેસના સાંસદ સુસ્મિતા દેવે પ્રિયંકા ગાંધીના ભાષણનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે જ દેવે એવું જણાવવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે પ્રિયંકા ગાંધીએ વહાલા ભાઈઓ અને બહેનોને બદલીને વહાલા બહેનો અને ભાઈઓ કરી નાખ્યું.

    સુસ્મિતા દેવે લખ્યું કે, "ગુજરાત ખાતે @priyankagandhi જીનું ભાષણ અનેક રીતે અલગ તરી આવે છે. મને એ વાતનો આનંદ થાય છે કે તેણીએ એ પ્રથા બદલી હતી જેમાં ભાષણની શરૂઆતમાં પુરુષોનું નામ પહેલા લેવામાં આવતું હતું અને બહેનોનું નામ બાદમાં લેવામાં આવતું હતું."

    પ્રિયંકા ગાંધીએ સુસ્મિતા દેવની આ ટ્વિટને રિટ્વિટ કરતા કોમેન્ટ કરી હતી કે. "...અને મને લાગે છે કે કોઈએ આના પર ધ્યાન આપ્યું ન હતું!!"

    નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જે બાદમાં અડાલજ ખાતે જન સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. આ રેલીને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ સંબોધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CWC, Election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन