અમદાવાદ : લોકોની સુરક્ષા કરતી પોલીસ અસુરક્ષિત! નથી અપાયા માસ્ક


Updated: March 15, 2020, 3:47 PM IST
અમદાવાદ : લોકોની સુરક્ષા કરતી પોલીસ અસુરક્ષિત! નથી અપાયા માસ્ક
પોલીસ માટે માસ્કની વ્યવસ્થા નથી કરવામાં આવી

તો ભીડમાં કામ કરતી પોલીસને હજુય માસ્ક ન અપાતા પોલીસ ભયની વચ્ચે કામ કરી રહી છે.

  • Share this:
અમદાવાદ : પોલીસ વિભાગમાં કોરોના વાયરસના ડરને પગલે પોલીસ અંશતઃ સતર્ક બની છે. પોલીસ વિભાગમાં અંશતઃ લોકો માસ્ક પહેરીને ફરજ બજાવી રહ્યા છે. તો ભીડમાં કામ કરતી પોલીસને હજુય માસ્ક ન અપાતા પોલીસ ભયની વચ્ચે કામ કરી રહી છે. જોકે એ.એમ.સી ની સૂચના છતાંય હજુ સુધી પોલીસ અધિકારીઓએ પોલીસસ્ટેશનમાં માસ્કની વ્યવસ્થા ન કરતા પોલીસકર્મીઓનું સ્વાસ્થ્ય રામભરોસે જોવા મળી રહ્યું છે.

અમદાવાદ પોલીસને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાની અસરના વર્તાય તેના માટે પોલીસ માસ્ક પહેરીને પોતાની ફરજ નિભાવી રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર સાયબર સેલના જ પોલીસકર્મીઓ માસ્ક પહેરીને સેનિતાઈઝર વાપરીને કામ કરી રહી છે. જ્યારે અન્ય એક પણ પોલીસસ્ટેશનમાં માસ્ક પહેર્યા વગર પોલીસકર્મીઓ કામ કરી રહ્યા છે. અનેક અરજદારો અને આરોપીઓ પોલીસસ્ટેશન આવતા હોવાથી માસ્ક પહેરીને ફરજ નિભાવવું ફરજીયાત બન્યું છે. પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન ન અપાતા પોલીસમાં ડર નો માહોલ સર્જાયો છે.

અમદાવાદ સાયબર સેલમાં કામ કરતા તમામ કર્મીઓને માસ્ક પહેરીને કામ કરવા સૂચના અપાઈ છે અને બહારથી અનેક અરજદારો આવતા હોવાથી તે લોકોને પણ સેનિતાઈઝર થી હાથ સાફ કરીને જ પોલીસકર્મીઓ સાથે સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી રહી છે.

પોલીસ વિભાગમાં અંશતઃ પ્રમાણમાં લોકો માસ્ક પહેરીને કામ કરે છે. પણ ટ્રાફિક પોલીસ કે જે ભીડમાં રહીને કામ કરે છે, હાલ જે દ્રાઈવ ચાલી રહી છે તેમાં 25થી 30 લોકો વચ્ચે ઉભા રહીને પોલિસ કામ કરતી હોવાથી પોલીસકર્મીઓમાં કોરોના નો ડર સતાવી રહ્યો છે. પણ ઉચ્ચ અધિકારીઓને આ પોલીસકર્મીઓ ની સાવધાનીની કોઈ ચિંતા નથી. આ પોલીસકર્મીઓને માસ્ક નથી અપાયા જેના કારણે વગર સેફટીએ તેઓ ડ્યુટી નિભાવી રહ્યા છે.

માસ્ક પહેરાવીને કામ કરવાની પહેલ માત્ર સાયબર ક્રાઇમ દ્વારા કરાઈ છે. અન્ય પોલીસસ્ટેશનમાં આ પહેલ હજુય નથી કરાઈ. એ.એમ.સી હોય કે રેલવે સ્ટેશન આ તમામ જગ્યા પર કાળજી રખાઈ રહી છે પણ લોકોની સેવા અને સુરક્ષા કરતી પોલીસ જ પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી રાખી શકતી.
First published: March 15, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading