અમદાવાદીઓ માટે મોટા સમાચાર, RTO કચેરીમાં હવેથી લર્નિંગ લાયસન્સ નહીં મળે

News18 Gujarati
Updated: November 8, 2019, 6:06 PM IST
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, RTO કચેરીમાં હવેથી લર્નિંગ લાયસન્સ નહીં મળે
અમદાવાદ RTO કચેરીમાં હવેથી લર્નિંગ લાયસન્સ નહીં મળે

પહેલા જે લોકોએ અપોઈમેન્ટ લીધેલી છે તે અરજદારોના લર્નિંગ લાયસન્સ આમદાવાદ આરટીઓ કચેરીથી નિકળશે. પરંતુ, નવી અપોઈમેન્ટ અમદાવાદ આરટીઓ કચેરીની મળશે નહી

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: અમદાવાદ આરટીઓમાંથી લર્નિંગ લાયસન્સ નિકળશે નહી. કારણ કે, સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે લર્નિગ લાયસન્સની કામગીરી ITI સેન્ટરો પરથી કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ આરટીઓમાં લર્નિંગ લયસન્સ નિકળશે નહી.

હંગામી ધોરણે અમદાવાદમાં પાંચ આઈટીઆઈ સેન્ટરો પર લર્નિંગ લાયસન્સની કામગીરી શરુ કરવામાં આવી છે. લર્નિંગ લાયસન્સની અપોઈમેન્ટ parivahan.gov.in પરથી લેવાની રહેશે, અને જે પણ સેન્ટર સીલેકટ કરશો ત્યાથી લર્નિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકશો.

ARTO એસ. એ. મોજણીદારે જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં પાંચ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. હાલમાં સરખેજ, કુબરનગર, સરસપુર, રાણીપ, અને ચાંદખેડાના પાંચ આઈટીઆઈ સેન્ટરમાંથી જ લર્નિંગ લાયસન્સ મળશે, અને અમદાવાદ આરટીઓમાંથી લર્નિંગ લાયસન્સની કામગીરી બંધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પહેલા જે લોકોએ અપોઈમેન્ટ લીધેલી છે તે અરજદારોના લર્નિંગ લાયસન્સ આમદાવાદ આરટીઓ કચેરીથી નિકળશે. પરંતુ, નવી અપોઈમેન્ટ અમદાવાદ આરટીઓ કચેરીની મળશે નહી.

પ્રાયોગીક ધોરણે દરેક સેન્ટરને 20 અપોઈમેન્ટ આપવામાં આવી છે, એટલે કે એક દિવસના 100 લર્નિંગ લાયસન્સ નિકળશે. ત્યારે અમદાવાદ આરટીઓમાં રોજના 400 જેટલા લર્નિંગ લાયસન્સ નિકળતા હતા. એટલે કે જેટલી ઝડપથી લર્નિંગ લાયસન્સ મળતા હતા તેટલી ઝડપતી લર્નિંગ લાયસન્સ નહી મળે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વધશે. પાંચ આઈટીઆઈ સેન્ટરને એક દિવસની એક સેન્ટરને 20 અપોઈમેન્ટ આપવા માટેની પરમિશન આપી છે. જેથી 5 સેન્ટરો પરથી આખા દિવસ દરમિયાન 100 લોકોને જ લર્નિંગ લાયસન્સ માટેની અપોઈમેન્ટ આપી શકશે.
First published: November 8, 2019, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading