સૌરાષ્ટ્રમાં મેળાની મજા નહીં બગડે, પાંચ દિવસ ભારે વરસાદ નહીં પડે

News18 Gujarati
Updated: August 22, 2019, 4:27 PM IST
સૌરાષ્ટ્રમાં મેળાની મજા નહીં બગડે, પાંચ દિવસ ભારે વરસાદ નહીં પડે
પ્રતિકાત્મક તસવીર

ઉતર પૂર્વ મધ્યપ્રદેશ પર લો પ્રેશર સક્રિય છે. પરંતુ લો પ્રેશરના કારણે હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 26 ઓગસ્ટના વરસાદ થય શકે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થય નથી. જેના કારણે સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ સાથે મેળાની મજા લોકો માણી શકશે. કારણ કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે ઉતર પૂર્વ મધ્યપ્રદેશ પર લો પ્રેશર સક્રિય છે. પરંતુ લો પ્રેશરના કારણે હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 26 ઓગસ્ટના વરસાદ થય શકે.

જો કે મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ગુજરાત ઉપર નહી આવે પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના કારણે સામાન્ય વરસાદ પડી શકે. ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવગનર, અમરેલી, રાજકોટ જિલ્લામાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.જોકે વરસાદે વિરામ લેતાની સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી ચાર દિવર વરસાદની આશા નથી. પરંતુ 26 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશા છે. સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. અને માછીમારો માટે કોઈ સુચના નથી આપવામાં આવી.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर