દેશમાં ક્યાંક પણ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધ નહીં : માયાવતીની જાહેરાત

News18 Gujarati
Updated: March 12, 2019, 3:42 PM IST
દેશમાં ક્યાંક પણ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધ નહીં : માયાવતીની જાહેરાત
માયાવતી (ફાઇલ તસવીર)

14 માર્ચના રોજ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશ પ્રવાસ પહેલા જ માયાવતીએ આવી જાહેરાત કરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતીએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે તેની પાર્ટી ફક્ત ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં ક્યાંય પણ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. બીએસપીની અખિલ ભારતીય બેઠકમાં મંગલવારે લોકસભા ચૂંટણીની તૈયારી અને ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન બસપાના સુપ્રીમોએ ફરી એક વખત કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરવાની સ્પષ્ટતા કરી હતી.

નોંધનીય છે કે 14 માર્ચના રોજ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશ પ્રવાસ પહેલા જ માયાવતીએ આવી જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં ફક્ત બે બેઠકને છોડીને બસપા અને સપાએ બાકીની બેઠક પર ગઠબંધન કરી લીધું છે. જોકે, અખિલેશ યાદવ એવું કહેતા રહ્યા છે કે કોંગ્રેસ તેમના ગઠબંધનનો ભાગ છે. પરંતુ માયાવતીના તાજેતરના નિવેદન બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે સપા અને બસપા કોંગ્રેસ સાથે કોઈ જ જોડાણ નહીં કરે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી 37 બેઠક અને બસપા 38 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે સપા અને બસપા વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણીને લઈને સમજૂતી થઈ છે. કોંગ્રેસ અને બસપા વચ્ચે રાજનીતિક તણાવ ત્રણ રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. મધ્ય પ્રદેશમાં ગઠબંધન ન થવા માટે માયાવતીએ કોંગ્રેસને જવાબદારી ગણાવી હતી.
First published: March 12, 2019, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading