નિત્યાનંદે અમદાવાદ આશ્રમ વિવાદ પર મૌન તોડતા કહ્યું, 'અનુયાયીઓને ટાર્ગેટ કરાયા'

News18 Gujarati
Updated: November 19, 2019, 7:04 PM IST
નિત્યાનંદે અમદાવાદ આશ્રમ વિવાદ પર મૌન તોડતા કહ્યું, 'અનુયાયીઓને ટાર્ગેટ કરાયા'
નિત્યાનંદ પરમશિવમે એક વીડિયો સત્સંગમાં ગુજરાત આશ્રમના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી

નિત્યાનંદે વીડિયો સત્સંગમાં સમગ્ર મામલે મીડિયા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો. નિત્યાનંદના ભાષણમાં તાલિમાર્થીઓ અને તાલિમ આપનારાઓને તાલમેલ જાળવવા અનુરોધ કર્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બેંગલુરૂની યુવતી નિત્યાનંદિતા (Nityanandita)ના કથિત રીતે ગુમ થવાના (Missing) થવાના કારણે વિવાદના વંટોળે ચડેલા અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) મામલે આ સમગ્ર સંસ્થાના સંચાલક નિત્યાનંદ પરમશિવમ (nityanand paramshiva)એ મૌન તોડ્યું છે. એક વીડિયો સત્સંગમાં તેણે પોતાના અનુયાયીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેવી વાત ઉચ્ચારી અને ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે ' ગુજરાતમાં અનુયાયીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. મને પરેશાન કરવા માંગતા લોકો જાણે છે કે મને ટાર્ગેટ કરશે તો હું વ્યથિત નહીં થાવ પરંતુ મારા અનુયાયીઓને ટાર્ગેટ કરશે તેમને પરેશાન કરશે તો હું ચોક્કસપણે વ્યથિત થઈશ'

નિત્યાનંદે કહ્યું ગુજરાતના અનુયાયીઓ સર્વેશ્રેષ્ઠ


નિત્યાનંદે વીડિયો સત્સંગના મુદ્દે કહ્યું,' હું ઝૂકીશ નહીં, મારા ગુજરાતના અનુયાયીઓ શ્રેષ્ઠ અનુયાયીઓ છે. જે લોકોએ સંઘ માટે જગ્યા આપી. ભોજન આપ્યું, આશરો આપ્યો. મારા ગુરૂં કહેતા હતા કે જે લોકો ભોજન આપે, આશરો આપે તેમને ખરાબ સ્થિતિમાં ન તરછોડવા જોઈએ. હું મારા અનુયાયીઓ સાથે છું. આવી કપરી સ્થિતીમાં પણ તેમણે પૂજા-પાઠ છોડ્યા નથી.'

આ પણ વાંચો :  નિત્યાનંદનો ભાંડો ફૂટશે! ગ્રામ્ય પોલીસે કર્ણાટક અને તમિલનાડુમાંથી મંગાવી માહિતી

મને ઝૂકવાવા માટેનું ષડયંત્ર

નિત્યાનંદે કહ્યું, 'હું મારા ગુજરાતના અનુયાયીઓના નામ લેવા નથી માંગતો કારણ કે નામ લઈશ તો મીડિયા તેમને વધારે હેરાન કરશે, પરેશાન કરશે. મારા પ્રત્યે તેમની શ્રદ્ધા, પ્રમાણિકતા અતૂટ છે. જ્યારે તમારા અનુયાયીઓએ તમને વરેલા હોય ત્યારે તેમના કલ્યાણ માટે તમે જ જવાબદાર છો. આ મને ઝુકાવવાનું ષડયંત્ર છે.'

નિત્યાતત્વાપ્રિયાએ કહ્યું પરિવારની મેટરમાં આશ્રમને ઢસેડાયો

નિત્યતત્વ પ્રિયાએ વધુ એક વીડિયો જાહેર કર્યો હતો.


દરમિયાન જે યુવતીની શોધમાં માતાપિતા બેંગલુરૂથી આવ્યા છે તે નિત્યાનંદિતાની મોટી બહેન અને આશ્રમની સાધિકા નિત્યાતત્વાપ્રિયાએ વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જાહેર કરી તેણે કહ્યું છે કે ' અમારા પરિવારના પ્રશ્ને આશ્રમને ઢસેડવામાં આવ્યો છે. મેં અગાઉ કહ્યું હતું તેમ અમારા પરિવારના પ્રશ્નમાં પરિવારને કઈ લેવા નથી.'

આ પણ વાંચો : કાંતિલાલ જીવતા સમાધિ નહીં લે! આ કારણોસર નિર્ણય પરત ખેંચ્યો

કૉંગ્રેસે ઝંપલાવ્યું

નિત્યાનંદ આશ્રમ અમદાવાદના વિવાદમાં હવે ગુજરાત કૉંગ્રેસે ઝંપલાવ્યું છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના મેદાનમાં જ કાર્યરત આશ્રમ મુદ્દે કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે શાળાની એવી તો ક્યાં પ્રકારની આવક અને નફો છે કે તેણે સી.એસ. આર. અંતર્ગત આશ્રમને જગ્યા અને સુવિધાઓ આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પૂછ્યું કે 'નિત્યાનંદ આશ્રમમાં ભણતાં વિદ્યાર્થીઓને દિલ્હી પબ્લિક સ્કૂલના સર્ટિફિકેટ આપવામાં આવતાં હતા. આ મામલે શિક્ષણ વિભાગે ખુલાસો કરવો જોઈએ કે રાજ્યમાં આવા કેટલા આશ્રમો સર્ટિફિકેટ આપે છે.'

 
First published: November 19, 2019, 7:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading