નિત્યાનદ આશ્રમના સાધકની લાપતા યુવતીઓના પિતા સહિત 15 લોકો સામે પોક્સો કોર્ટમાં અરજી


Updated: March 8, 2020, 10:20 PM IST
નિત્યાનદ આશ્રમના સાધકની લાપતા યુવતીઓના પિતા સહિત 15 લોકો સામે પોક્સો કોર્ટમાં અરજી
શાધકે કરેલી પ્રેસકોન્ફરન્સની તસવીર

કોર્ટના આદેશથી ST SC સેલ ના DYDP પી.ડી મનવરને આ કેસની તપાસ સોપવામા આવી છે.. આ કેસમાં એક મહિના માં તપાસ નો રિપોર્ટ કોર્ટ માં રજૂ કરવાનો રહેશે.

  • Share this:
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે નવો વંળાક આવ્યો છે. અત્યાર સુધી આરોપી રહેલા આશ્રમના સાધકોએ હવે પોલીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના સભ્યો સામે ફરિયાદ નોધાવી ફરિયાદીની ભુમીકામાં આવી ગયા છે. નિત્યાનંદ આશ્રમના સાધક ગિરીશ તુરલાપતિ દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, આશ્રમના પૂર્વ અનુયાયી જનાર્દન શર્મા સામે અમદાવાદ ગ્રામ્ય પોક્સો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.

આરોપ મુકવામા આવ્યા છે કે ફરિયાદ માં પોલીસ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તટસ્થ તપાસ ના કરવામાં આવી. આશ્રમના બાળકો અને અન્ય રહેવાસીઓને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બાળકોને પોર્ન ફિલ્મ બતાવવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ગ્રામ્ય કોર્ટે આશ્રમ વતી થયેલી ફરિયાદ ને માન્ય રાખી તમામ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાં આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન

કોર્ટના આદેશ બાદ વિવેકાનંદ નગર પોલીસ મથકે અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી કે ટી કામરીયા, વિવેકાનંદનગર પોલીસ મથકના પીઆઈ આર બી રાણા, ચાઈલ્ડ વેલફર કમીટીના ચેરમેન ભાવેશ પટેલ, કમીટીની સભ્ય રજનીકાંત બ્રહ્મભટ્ટ, શારદાબેન સોલંકી, જીલ્લા ચાઈલ્ડ સીક્યોરીટી ઓફીસર દિલીપ મેર, ચાઈલ્ડ સીક્યોરીટી ઓફીસર વી એ પ્રજાપતી અમદાવાદ રુરલના પ્રોબેશનલ ડેપ્યુટી પોલીસ સુપરીટેન્ડેન્ટ સ્વેતા દાનીયેલ, ડી વાયએસપી રીવાઝ સરવૈયા, ડીવાયએસપી એસ એચ સરડા, એસઓજી પીઆઈ પી આર જાડેજા, લેબર ઓફીસર ગજેરા, આશ્રમમાંથી ગુમ યુવતીના પિતા જનાર્દન શર્મા, સહિતા કુલ 15 લોકો સામે ફરિયાદ કરવામા આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પુરુષોને લલચાવવા જાહેરમાં જ એક-બીજાના શરીર સાથે અડપલા કરતી યુવતિઓ ઝડપાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 16 વર્ષે આરોપીને બદલાનું ભૂત ફરી ધૂણ્યું, 'તારી દિકરી અને તારી પત્નીને ઉઠાવી લઈ જઈશ'કોર્ટના આદેશથી ST SC સેલ ના DYDP પી.ડી મનવરને આ કેસની તપાસ સોપવામા આવી છે.. આ કેસમાં એક મહિના માં તપાસ નો રિપોર્ટ કોર્ટ માં રજૂ કરવાનો રહેશે.. આશ્રમના અનુયાયી ગિરીશ તુરલાપતી સાથે સાધ્વી પ્રાણપ્રીયા અને પ્રીયાતત્વા તથા તેમના વકીલો પત્રકાર પરીષદમાં હાજર રહી આ વિગતો આપી હતી.
First published: March 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading