નીતિન પટેલે કહ્યું - પાક વીમો લીધો ના હોય તેમને પણ રાજ્ય સરકાર વળતર આપશે

News18 Gujarati
Updated: November 8, 2019, 8:20 PM IST
નીતિન પટેલે કહ્યું - પાક વીમો લીધો ના હોય તેમને પણ રાજ્ય સરકાર વળતર આપશે
નીતિન પટેલે કહ્યું - પાક વીમો લીધો ના હોય તેમને પણ રાજ્ય સરકાર વળતર આપશે

એસડીઆરએફ અને પાક વીમાના નિયમો મુજબ ખેડૂતોને વળતર અપાશે - નીતિન પટેલ

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાતમાં આવેલ મહા વાવાઝોડાના કારણે થયેલ કમોસમી વરસાદને લઇ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. પાક વીમાની ચુકવણી અને ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવા બાબતે રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંત્રી મંડળના સભ્યો ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળી હતી. બેઠક પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે પાક વીમાનું રક્ષણ મેળવવાનો ખેડૂતનો અધિકાર છે. વાવેતર ન થયું હોય તેવા કિસ્સામાં પણ સહાય મળે છે. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તે જરૂરી છે. વીમા કંપનીઓ સાથે સરકાર સંપર્કમાં છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે રાજ્યમાં સારો વરસાદ થયો છે. રાજ્ય સરકારે ખેતીના પાકોમાં જે ખેડૂતો ને નુકશાન થયું છે તેમને વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે તેના રીવ્યુ ના ભાગ રૂપે સીએમ નિવાસ સ્થાને બેઠક યોજાઇ હતી. 5 લાખ હેકટર માં ખેડૂતો ને નુકશાન થયું હોવાની અરજીઓ મળી છે. જેમણે પાક વીમો લીધો નથી તેમને પણ વળતર અપાશે. મહા વાવાઝોડા ના કારણે જે વિસ્તારો માં નુકશાન થયું છે ત્યાં પણ છેલ્લા બે દિવસ થી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એસડીઆરએફ અને પાક વીમાના નિયમો મુજબ ખેડૂતો ને વળતર અપાશે. ગત વખતે 2600 કરોડ પાક વીમા પેટે નુકશાની ના ચૂકવ્યા છે. જરૂર પડે રાજ્ય સરકાર ખેડૂતો માટે બજેટમાંથી નાણાકીય ફાળવણી કરશે.

આ પણ વાંચો - અમદાવાદીઓ માટે મોટા સમાચાર, RTO કચેરીમાં હવેથી લર્નિંગ લાયસન્સ નહીં મળે

કૉંગ્રેસ પર પ્રહાર કરતા નીતિન પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસનું આંદોલન સંપૂર્ણ રાજકીય છે. કૉંગ્રેસના આંદોલનમાં ખેડૂતો જોડાતા નથી. જ્યાં કૉંગ્રેસ ની સરકાર છે ત્યાં કૉંગ્રેસ કોઈ કામગીરી ખેડૂતો માટે કરતી નથી. આવતા બુધવારની કેબિનેટ પહેલા કૃષિ વિભાગમાં પાકના નુકશાની નો સર્વે પૂર્ણ કરવા સરકારે સૂચના આપી છે રાજ્યમાં 22 જિલ્લાઓમાં પાક ને નુકશાન થયું હોવાનું અંદાજ છે.
First published: November 8, 2019, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading