અમદાવાદ : ગુજરાતમાં પહેલી સ્કીન બેંક અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનશે. આ માટે રાજ્ય સરકારે અમદાવાદની રોટરી ક્લબ સાથે MOU(memorandum of understanding) સાઈન કર્યા છે તેમ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ રોટરી ક્લબની મદદથી અમે ગુજરાતની પહેલી સ્કિન બેંક સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બનાવીશું. આ માટે રાજ્ય સરકારે રોટરી ક્લબમાં વિશાળ જગ્યાની ફાળવણી કરી છે. જે દર્દીઓને સ્કીન ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તેમની મદદ માટે આ સ્કિન બેંક બનશે.
આ પણ વાંચો - 13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ
તેમણે કહ્યું કે પહેલા કોઈ દર્દીને સ્કીનની જરૂર હોય તો મુંબઈ જેવા શહેરોમાંથી મંગાવવી પડતી હતી. તેનો ખર્ચ પણ ઘણો વધારે આવતો હતો. આ સ્કીન બેંક બનાવવા અને ચલાવવા માટે 2.5 કરોડનો ખર્ચ કરનાર રોટરી બેંકનો હું આભાર વ્યક્ત કરૂ છું. આશા છે કે આ બેંક છ મહિનામાં જ કાર્યરત થઈ જશે.
નીતિન પટેલે આ સાથે જ ટ્રોમા સેન્ટરમાં 21 નવા ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ સાથે જ અમદાવાદના ટ્રોમા સેન્ટરમાં અમે 21 નવા ઓપરેશન થિયેટર શરૂ કરી રહ્યા છીએ. જે મોડ્યુલર સિસ્ટમ્સથી બનેલા છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની શરૂઆત 2015માં થઈ હતી.
Published by:Ashish Goyal
First published:January 05, 2021, 20:56 pm