અમદાવાદ: રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, વિધર્મીઓ શા માટે આપણા દીકરા દીકરી પર નજર નાખે છે. આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારત વાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારા ધર્મ સિવાય કોઈ નહીં રહી શકે તે સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. જયારે જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવાતું.
જવાહરલાલ નેહરુને યાદ કરતા નીતિન પટેલે જણાવ્યું કે નહેરૂજીએ કોઈ મંદિર ન બનાવ્યું. આથી બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા ગયા તો ભૂંસાઈ ગયા ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઇ ગયા છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિધર્મીઓ હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી ફસાવી લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય તે જરૂરી છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યૂઝિયમ બનશે
યુપી અને MP સરકાર દ્વારા આવા લગ્નને રોકવા લવ જેહાદનો કાયદો બનાવવા રજૂઆત મળી રહી છે. લવ જેહાદ અંગે કાયદો બનાવવા માટે અભ્યાસ ચાલે છે. આ અંગે ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો બનાવી શકાય કે નહીં તે અંગે વિચાર કરશે.
Published by:Ashish Goyal
First published:January 15, 2021, 16:46 pm