નીતિન પટેલની આરોગ્ય ક્ષેત્ર મોટી જાહેરાતો : મોરબીમાં નવી મેડિકલ કૉલેજને મંજૂરી, MBBSની 100 બેઠકો વધી

નીતિન પટેલની આરોગ્ય ક્ષેત્ર મોટી જાહેરાતો : મોરબીમાં નવી મેડિકલ કૉલેજને મંજૂરી, MBBSની 100 બેઠકો વધી
નીતિન પટેલે આ અંગે મોટી જાહેરાતો કરી હતી.

સ્ટાઇપેન્ડ મુદ્દે વિદ્યાર્થીઓની હડતળા ગેરકાયદેસર, વિદ્યાર્થીઓ કામમાં નહીં વળગે તો તેમની ગેરહાજરી પૂરવામાં આવશે

 • Share this:
  રાજ્યના સરકારી હોસ્પિટલના 2 હજાર ઇન્ટર્ન MBBS ડોક્ટર્સ સરકારથી નારાજ થયા છે. તેઓ છેલ્લા 8 મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું મળતા હડતાળનું શાસ્ત્ર ઉગામ્યુ છે. આ હડતાળ બાદ જ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી છે. આ બેઠકમાં નીતિન પટેલે અનેક જાહેરાતો કરી છે.નીતિન પટેલ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હડતાળ બિનકાયદેસર છે જે વિદ્યાર્થીઓ હડતાળ નહીં ખેંચે તો કાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેને પીજીમાં એડમિશન નહીં મળે

  મોરબીમાં નવી મેડિકલ કૉલેજની જાહેરાત  નીતિન પટેલે જણાવ્યું કે અમે અગાઉ મોરબીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. તેના માટે અમે ભારત સરકારને પત્ર લખીને મેડિકલ કૉલેજ માંગી હતી. સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો થયો છે. 100 બેઠકની નવી મેડિકલ કૉલેજને મંજૂરી મળી છે.

  સિવિલમાં સાંજની OPD ફરી શરૂ કરવામા આવશે

  નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સ્થિતિને જોતા અગાઉ સાંજની OPD બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ હળવી થતા હવે અમદાવાદ સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાં OPD શરૂ કરવામાં આવી છે. સિવિલમાં હવે સવાર સાથે સાંજે પણ અન્ય રોગોની OPD ઓછી કરવામાં આવશે.

  આ પણ વાંચો :  Gold Price Today : ખુલતી બજારે વાયદા બજારમાં સોનાના ભાવમાં કડાકો, ચાંદીના ભાવ પણ ઘટ્યા

  અમદાવાદમાં 84% પથારી હાલમાં ખાલી

  અમદાવાદમાં આરોગ્ય વિભાગની સારી કામગીરી અને પ્રજાની જાગૃતિના કારણે હાલમાં કોરોનાની 84% પથારી ખાલી છે. અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ અને અન્ય તમામ સ્થિતિને જોતા ગુજરાતની જનતાના સહયોગથી કોરોના પર નિયંત્રણ લેવામાં આપણે સફળતા મેળવી છે.

  સોલા સિવિલમાં વેક્સિનના ટ્રાયલમાં સાઇડ ઇફેક્ટ નથી

  નીતિન પટેલે ટાક્યું કે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સિવિલ હૉસ્પિટલમાં વેક્સિનનો ડૉઝની પ્રથમ ટ્રાયલ આપવામાં આવી રહી છે. અત્યારસુધી આ ટ્રાયલ લેનારા એક પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઈ નથી. બીજો રાઉન્ડ આપવામા આવશે.

  આ પણ વાંચો :  બનાસકાંઠા : ખેતરમાં રમતી બાળકીને બંદૂકની ગોળી વાગી, ભાઈ બોલ્યો, 'BSF કેમ્પમાંથી છૂટી ગોળી'

  જે તે શહેરના નામાંકિત ડૉક્ટરોની માનદ સેવા સરકારી હૉસ્પિટલને મળશે

  નીતિન પટેલે ટાંક્યુ કે રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ખાનગી તબીબોની નિષ્ણાત સેવાનો માનદ સેવા તરીકે સરકારી હૉસ્પિટલમાં લાભ મળે તે માટે આવા ડૉક્ટરો સરકારી હૉસ્પિટલમાં માનદ સેવા આપશે. આપણે રાજ્યમાં ટૂંક સમયમાં આ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

  AIIMS રાજકોટનું જલ્દી ખાતમહૂર્ત થશે

  નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્યમાં મુખ્યમંત્રીના પ્રયાસોથી વડાપ્રધાન મોદીએ એઇમ્સની ભેટ આપી છે. આ એઇમ્સની કામગીરી પણ કાગળીયા પર સમાપ્ત થઈ રહી છે. આપણે વહેલીતકે રાજકોટમાં વડાપ્રધાનને વિનંતી કરી અને તેમના હસ્તે એઇમ્સની બિલ્ડીંગની નિર્માણનું ખાતમહૂર્ત કરાવીશું
  Published by:Jay Mishra
  First published:December 14, 2020, 15:48 pm

  ટૉપ ન્યૂઝ