નિતીન પટેલ 10 ધારાસભ્યો સાથે ભાજપ છોડે તો, શું સમીકરણો બને?

kiran mehta | News18 Gujarati
Updated: December 30, 2017, 7:01 PM IST
નિતીન પટેલ 10 ધારાસભ્યો સાથે ભાજપ છોડે તો, શું સમીકરણો બને?
જો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા ઇચ્છતા હોય તો તેઓ એ પ્રકારે કોંગ્રેસમાં જોડાઇને સરકાર બનાવી શકે...

જો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા ઇચ્છતા હોય તો તેઓ એ પ્રકારે કોંગ્રેસમાં જોડાઇને સરકાર બનાવી શકે...

  • Share this:
હાલ ભાજપનુ સંખ્યાબળ 99 ધારાસભ્યોનુ છે. જો નિતીન પટેલ ભાજપના દસ ધારાસભ્યો સાથે પક્શમાં થી રાજીનામુ આપે તો તેમને પક્શાંતર ધારો લાગુ પડે, તેઓ ધારાસભ્ય તરીકે ડિસક્વોલિફાઇડ થાય, અને તેમને ફરી થી ચૂંટણી લડીને જીતવી પડે અને બાદમાં જો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા ઇચ્છતા હોય તો તેઓ એ પ્રકારે કોંગ્રેસમાં જોડાઇને સરકાર બનાવી શકે.

જો નિતીન પટેલ આવું કરે તો- ભાજપની સરકાર લઘુમતી માં આવી જાય તેમણે વિશ્વાસનો મત લેવો પડે, અને એમાં તે બહુમતી સાબિત ન કરી શકે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય. પરંતુ, પક્શાંતર ધારો લાગુ ના થાય તેવી એક વ્યવસ્થા એ પણ થઇ શકે છે કે 99 ધારાસભ્યોના વન થર્ડ સંખ્યાબળ સાથે નિતીન પટેલ ભાજપમાં થી રાજીનામુ આપે.

જો વન થર્ડ ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામુ આપીને અલગ પાર્ટીનુ ગઠન કરે તો તેમને પક્શાંતર ધારો લાગુ પડતો નથી. ગત વર્ષોમાં શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ આ યુક્તિ અજમાવી ચૂકયા છે, અને સફળતા પણ મેળવી છે. જો નિતીન પટેલ વન થર્ડ મેજોરીટી સાથે પક્શમાં થી રાજીનામુ આપીને અલગ પક્શના ગઠનની પરવાનગી રાજ્યપાલ પાસે માંગે અને પરવાનગી બાદ અલગ પક્શ રચીને એ પક્શ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરે તો ભાજપની સરકાર ઉથલી શકે છે.

જોકે હાલની સ્થિતિ જોતા નિતીન પટેલ ઉપરના બે વિકલ્પોમાં થી કોઇપણ એક વિકલ્પ પસંદ કરે તેમ જણાઇ રહ્યુ નથી. કારણકે - કેન્દ્રમાં ને રાજ્યમાં ભાજપની નેતાગીરી છે ત્યારે, બળવો પ્રેકટીકલી સફળ થવાના ચાન્સીસ ખૂબ ઓછા લાગી રહ્યા છે. ને બીજુ કે હાલતો પ્રદેશ નેતાગીરી સહિત કેન્દ્રીય નેતાગીરી નિતીનપટેલને મનાવવાના પ્રયાસોમાં લાગી ગઇ છે. અને એક આશા એવી સેવાઇ રહી છેકે નિતીન પટેલનુ ધાર્યુ સો ટકા નહીં તો પચાસ ટકા કરીનેય કેન્દ્રીય નેતાગીરી બગડેલી બાજી સુધારી લેશે.

કારણકે- જે પ્રકારે ડચકા ખાંત ભાજપે ગુજરાતમાં સત્તા મેળવી છે અને સત્તા મેળવ્યા બાદ પણ આંતરિક ખટરાગ સપાટી પર આવ્યા છે તે ખટરાગો આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને નડી શકે તેમ છે, જે ગુજરાતને તેઓ અત્યાર સુધી રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરતા આવ્યા છે તેજ ગુજરાત તેમના રાજકીય ખટરાગ અને જૂથવાદને કારણે દેશમાં રોલ મોડેલ તરીકે સામે ન આવે તે માટે પણ કેન્દ્રીય નેતાગીરી કોઇ શાણપણ ભર્યો નિર્ણય લેશે તેમ હાલ લાગી રહ્યુ છે.
First published: December 30, 2017, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading