અમદાવાદ : નીતિન પટેલે કહ્યું, 'સરકાર 800-900 રૂપિયામાં રેમડેસિવીર ઉપલબ્ધ કરાવશે'

અમદાવાદ : નીતિન પટેલે કહ્યું, 'સરકાર 800-900 રૂપિયામાં રેમડેસિવીર ઉપલબ્ધ કરાવશે'
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

મંજુશ્રી કિડની હૉસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી વિસ્ફોટક છે તેનો ચિતાર આજે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પરથી મળે છે. અમદાવાદ શહેરમાં કાર્યરત એસવીપી હૉસ્પિટલનાં તમામ 1000 બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 500 બેડમાં જ આ દર્દીઓની સારવાર થઈ રહી હતી. રાજ્યમાં રેમડેસિવીરની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યમાં 35000 વાયા સરકાર અને 35000 વાયા પ્રાઇવેટ સ્ટોર એમ 70,000 ઇન્જેક્શન ઠલવાયા છે. રોજ કંપની સરકારને 35000 ઇન્જેક્શનનો સ્ટોક આપશે. સરકાર હૉસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે.

  નીતિન પટેલે જણાવ્યું કે આજથી રોજ 100-100 દર્દીઓની બેચ એસવીપીમાં વધું સંખ્યામાં દાખલ કરવામાં આવશે જ્યારે આગામી સમયમાં એક પછી એક કરીને કુલ 500 દર્દીને દાખલ કરી દેવામાં આવશે. આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને રજા આપવામાં આવશે.  આ પણ વાંચો : મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

  આ ઉપરાંત મંજૂ શ્રોફ કિડની હૉસ્પિટલને પણ રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ રહી છે અને ત્યાં પણ કોરોનાના વાઇરસના નવા બેડ શરૂ કરવામાં આવશે. અગાઉ સરકારે નાની હૉસ્પિટલોને કોવીડ-કેર શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે હવે વધુ બેડને કોવીડની સારવારમાં જોતરવામાં આવશે.

  મેડિસિટી કેમ્પસમાં 888 પથારી કોવીડ માટે

  નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્યની મેડિસિટી કેમ્પસમાં અમદાવાદમાં ખાતે મેડિસિટીમાં આજે 488 બેડ ખાલી છે. અહીંયા બીજા 400 બેડની પથારીની શરૂઆત કરવામાં આવશે. આજે અહીંયા પણ સૂચના આપી દેવામાં આવશે.

  વધુ એક મિનિસ્ટરને કોરોના

  રાજ્યમાં જેમ જેમ એપ્રિલના દિવસો વીતી રહ્યા છે તેમ તેમ મોટો વર્ગ કોરોના વાઇરસની ઝપટમાં આવી રહ્યો છે. સંક્રમણની ચેઇન તૂટી નથી રહી તેવામાં નેતાઓ અને મંત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. દરમિયાનમાં આજે સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડોદરાના ધારાસભ્ય મનિષા બેન વકીલ, અને ભાજનાના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા પોઝિટિવ આવ્યા છે.

  આ પણ વાંચો : વડોદરાની કરૂણ ઘટના! અંતિમવિધિ માટે શબવાહિની ન મળી, વૃદ્ધાનો મૃતદેહ રેકડીમાં લઈ જવો પડ્યો

  કોરોના વાઇરસના વીશચક્રમાં અત્યારસુધીમાં ગાંધીનગરના 6 મંત્રીઓ સપડાઈ ચુક્યા છે અને સાતમાં મંત્રી આરસી ફળદુંના પત્ની પોઝિટિવ હોવાથી તેઓ પણ હોમ ક્વૉરન્ટાઇન છે. આ સ્થિતિમાં સરકાર હવે રાત્રિ કર્ફ્યૂ તરફ વળી છે પરંતુ સ્થિતિ દિનપ્રતિદિન દર કલાકે કથળી રહી છે.
  Published by:Jay Mishra
  First published:April 08, 2021, 14:10 pm

  ટૉપ ન્યૂઝ