Home /News /madhya-gujarat /

નીતિન પટેલનું હિંદુત્વ મામલે કરેલું નિવેદન પહેલો વિવાદ નથી, વિવાદ સાથે છે, જૂનો નાતો

નીતિન પટેલનું હિંદુત્વ મામલે કરેલું નિવેદન પહેલો વિવાદ નથી, વિવાદ સાથે છે, જૂનો નાતો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર

Nitin patel Hindutva Controversy : નીતિન પટેલ તાજેતરમાં જ કરેલા એક નિવેદનના (Controversy of hindu Statement) કારણે વિવાદોમાં છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હિંદું બહુમતી (Hindu Majority) છે ત્યાં સુધી જ દેશમાં સંવિધાન (Constitution), લોકતંત્ર ( Democracy), કોર્ટ કચેરી (Court) વગેરેની હયાતી છે.

વધુ જુઓ ...
  રાજીવ પાઠક : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Gujarat Deputy CM Nitin patel) નીતિન પટેલ તાજેતરમાં જ કરેલા એક નિવેદનના (Controversy of hindu Statement) કારણે વિવાદોમાં છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હિંદું બહુમતી (Hindu Majority) છે ત્યાં સુધી જ દેશમાં સંવિધાન (Constitution), લોકતંત્ર ( Democracy), કોર્ટ કચેરી (Court) વગેરેની હયાતી છે. જો આજથી એક હજાર અથવા વધારે વર્ષો બાદ હિંદુ બહુમતીમાં નહીં હોય અને બીજા ધર્મના લોકો ભારતમાં બહુમતીમાં આવી જશે તો લોકતંત્ર, લોકસભા, સંવિધાન વગેરે દફનાવી દેવાશે. આ નિવેદનના કારણે નીતિન પટેલ દેશભરમાં અનેક લોકોના નિશાને છે, કારણ કે સંવેધાનિક પદ પરથી ઓછા વ્યક્તિએ આ પ્રકારની વાત કરી હશે.

  નીતિન પટેલની રાજકીય સફર

  મહેસાણા જિલ્લાલમાં 22 જુન 1956ના રોજ જન્મેલા નીતિન પટેલનો જન્મ જે પરિવારમાં થયો તે પહેલાંથી જ ગર્ભશ્રીમંત પરિવાર હતો. નીતિન પટેલે કિશોરાવસ્થાથી જ રાજકારણમાં ઝંપાલ્યું હતું. રાજ્યમાં થયેલા નવનિર્માણ આંદોલનમાં તેમણે કડીના મહામંત્રી તરીકે ભાગ લીધો હતો. તેઓ બહુ પહેલાંથી જ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમના નજીકના લોકોનું માનીએ તો નીતિન પટેલના ભાજપમાં જોડાવા પાછળનું સૌથી મોટું કારણ તેમનો હિંદુ વિચારધારા પ્રત્યનો લગાવ હતો.

  હિંદુત્વની સૌથી મોટી ચૂંટણીમાં હાર

  નીતિન પટેલ ભલે હિંદુત્વની વિચારધારાથી જોડાવા માટે ભાજપમાં જોડાયા હોય પરંતુ ભારતીય ઈતિહાસમાં હિંદુત્વની રાજનીતિએ વર્ષ 2002ની ગુજરાત વિધાસનભાની ચૂંટણીમાં મોટો વળાંક લીધો હતો. વર્ષ 2002ની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી હિંદુત્વના મુદ્દા પર લડાઈ રહી હતી. નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં હિંદુ હ્યદય સમ્રાટ તરીકે સ્થાપિત થયા હતા. આ ચૂંટણીમાં મોટી જીત સાથે નરેન્દ્ર મોદી સૌથી મોટા હિંદુ નેતા તરીકે સમગ્ર દેશમાં સ્થાપિત થઈ ગયા. જ્યાં નરેન્દ્ર મોદી અને ભાજપની સૌથી મોટી જીત હતી ત્યાં કડીમાં પોતાના વિધાસનભા ક્ષેત્રમાં નીતિન પટેલ હારી ગયા હતા.

  આ પણ વાંચો : 'આ દેશમાં જ્યાં સુધી હિંદુઓની બહુમતી છે ત્યાં સુધી બંધારણ- કાયદો રહેશે'

  ઉત્તર ગુજરાતના સૌથી મોટા

  ઉત્તર ગુજરાતમાં ત્રણ મોટા સમાજ વસે છે જે રાજકીય મહત્ત્વ ધરાવે છે. સૌથી પહેલાં પટેલ જે આર્થિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે. બીજા ઠાકોર જે ઓબીસીમાં આવે છે પરંતુ વસતિની દૃષ્ટીએ તેમનું ખૂબ મહત્ત્વ છે. ત્રીજા ચૌધરી સમુદાય જે સહકારી ક્ષેત્રમાં ખૂબ પ્રભાવ ધરાવે છે અને વસતિમાં પણ વધારે છે. જોકે, આર્થિક રીતે મજબૂત હોવાના કારણે પટેલ સમાજનો પ્રભાવ વધારે છે. બીજું, ગુજરાતમાં ઓબીસી અનામત માટે 1985માં થયેલા આંદોલન બાદ પટેલ સમુદાય ભાજપ સાથે મજબૂતીથી ઉભો રહ્યો છે. આથી જ પટેલ નેતાઓને ભાજપમાં વધુ મહત્વ મળતું રહ્યું છે. પરંતુ ઉત્તર ગુજરાતના પટેલો મોટે ભાગે કડવા પટેલ અને સૌરાષ્ટ્રના પટેલ મોટાભાગે લેઉવા પટેલ છે. વસતિની દ્રષ્ટિએ લેઉઆ પટેલો કડવા પટેલ કરતા ઘણા વધારે છે, તેથી જ્યારે પક્ષમાં પદની વાત આવે છે, ત્યારે લેઉવા પટેલોને હંમેશા વધુ મતત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ લાંબા સમયથી નીતિન પટેલ ભાજપના સૌથી મોટા પટેલ નેતા તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા છે.

  ગુજરાતમાં મોદી પછીના યુગમાં નીતિન પટેલ

  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી પાર્ટીની કમાન અન્ય કોઈ સંભાળે તેવી શક્યતા નહોતી. કારણ કે ભારે લોકપ્રિયતાને કારણે નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈ પડકાર નહોતો. પછી વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને સમગ્ર દેશમાં ભાજપનો ઝંડો લહેરાવ્યો ત્યારે ગુજરાતમાં પણ અન્ય નેતાઓના ઉભરી આવવાનો અવકાશ હતો. પરંતુ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં પણ નીતિન પટેલ બીજા નંબરે રહ્યા હતા. આ દરમિયાન, પાટીદાર સમુદાયે ઓબીસીમાં તેમના અનામત માટે મોટું આંદોલન શરૂ કર્યું, ભાજપના કેટલાક વર્તૂળોમાં ચર્ચા ચાલતી રહી કે નીતિન પટેલ તો આ આંદોલન પાછળ નથી ને પણ આના પુરાવાઓ ક્યારે ન મળ્યા અને નીતિન પટેલના નજીકના લોકો પણ તેને એ જ રીતે જોતા રહ્યા કે પક્ષમાં નીતિન પટેલના કદને ઘટાડવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો થતા રહે છે.

  જોકે, આ આંદોલનની પૃષ્ઠભૂમિમાં, ડિસેમ્બર 2015માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં, ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને ધીરે ધીરે આનંદીબહેન પટેલ દબાણ હેઠળ આવ્યા. આખરે ઓગસ્ટ 2016માં આનંદીબહેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

  CM બનતા બનતા રહી ગયા

  આનંદીબેન પટેલના રાજીનામા બાદ ભાજપની અંદર ફરી એક નવા મુખ્યમંત્રીની શોધ શરૂ થઈ. ઘણી લોબિંગ થઈ આખરે એ દિવસ આવ્યો 4 ઓગસ્ટ 2016ની સાંજે ધારાસભ્યોની બેઠક યોજાઈ. સવારથી જ પાર્ટીમાં ઘણી અટકળો ચાલી રહી હતી, મુખ્યમંત્રી પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી હતી અને તેમની વચ્ચે નીતિન પટેલનું નામ અગ્રણી રીતે લેવામાં આવી રહ્યું હતું. લગભગ 10 વાગ્યે લગભગ નક્કી થઈ ગયું હતું કે નીતિન પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી હશે. સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોએ પણ આગામી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

  નીતિન પટેલે જે સામાન્ય રીતે મીડિયા સાથે સારી મિત્રતા ધરાવે છે તેમણે પોતે, ખુલ્લેઆમ લોકોના અભિનંદનને આવકાર્યા હતા અને સંકોચ વગર ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા. ત્યારબાદ સાંજે 4 વાગ્યે ભાજપના નવા બંધાયેલા કાર્યાલય કમલમમાં ધારાસભ્યોની બેઠક શરૂ થઈ. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે નીતિન પટેલના નામની જાહેરાત થોડીવારમાં કરવામાં આવશે, પરંતુ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. લગભગ એક કલાક પછી, ચાર્જ સંભાળી રહેલા વી.સતીશ બહાર આવ્યા અને સીધા કોન્ફરન્સ રૂમમાં ગયા અને લાંબા સમય સુધી કોઈની સાથે ફોન પર વાત કરી.

  પછી એવું લાગ્યું કે સ્થિતિ ખોરવાઈ ગઈ છે. પરંતુ ફોન પર વાત કર્યા બાદ વી.સતીશ ફરીથી ધારાસભ્યોની બેઠકમાં ગયા અને થોડીવારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી. બધા સ્તબ્ધ થઈ ગયા. ફરી નીતિન પટેલને નંબર બે બનાવવામાં આવ્યા અને બે દિવસ પછી તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એવું લાગતું હતું કે નીતિન પટેલનો બોલકો સ્વભાવ તેમને ભારે પડ્યો!

  2017માં ફરી એકવાર માત ખાધી

  વર્ષ 2017માં ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ભાજપે બહુ ઓછી બહુમતીથી ચૂંટણી જીતી. પાર્ટીમાં ફરી ચર્ચાએ જોર પકડવાનું શરૂ કર્યું કે કદાચ વિજય રૂપાણીને બદલી શકાય. ફરી આગામી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની ચર્ચાએ વેગ પકડવાનું શરૂ કર્યું. પરંતુ ફરી વિજય રૂપાણીના માથા પર મુખ્યમંત્રીનો તાજ મુકવામાં આવ્યો. આ વખતે પણ નીતિન પટેલને નંબર બેથી સંતોષ માનવો પડ્યો હતો. તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ નીતિન પટેલ હતા એટલે વિવાદ વગર બધું ઠરી ઠામ કેવી રીતે થાય? આ વખતે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા પણ તેમને નાણાં ખાતું મળ્યું નહીં અને તેમને રાજ્યના નાણામંત્રી બનાવવામાં આવ્યા નહીં, તેમને આરોગ્ય વિભાગ આપવામાં આવ્યો. ભાજપમાં ચર્ચા ઉભી થઈ કે નીતિન પટેલ કદમાં કટ થઈ ગયા છે. પરંતુ નીતિન પટેલ ગુસ્સે થયા હતા.

  તેમણે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું કે જો તેમને નાણામંત્રી ન બનાવાય તો તેઓ આ વખતે અન્ય કોઈ વિભાગનો હવાલો સંભાળશે નહીં. નીતિન પટેલના અમદાવાદ નિવાસસ્થાને ભાજપના નેતાઓનો ધસારો હતો, ઘણી સમજાવટ કરવામાં આવી હતી પરંતુ નીતિન પટેલ આ વખતે આકપારની લડાઈ લડી લેવાના મૂડમાં હતા. છેવટે, બે દિવસ પછી, પક્ષને નમવું પડ્યું અને નીતિન પટેલને નાણામંત્રી બનાવવા પડ્યા, ત્યારે જ તેઓ સંમત થયા.

  નીતિન પેટલની લોકપ્રિયતા

  આ વિવાદોનો વિષય છે, પરંતુ તેના કેટલાક ગુણો એવા પણ છે, જેના કારણે તે હજુ પણ પાર્ટીમાં મજબૂત છે. દેશમાં ભાગ્યે જ કોઈ અન્ય નાયબ મુખ્યમંત્રી એવા હશે જે પોતાનો જાહેર મોબાઈલ નંબર જાતે જ ઉપાડે. જો કોઈ સામાન્ય નાગરિક નીતિન પટેલને ફોન કરે તો તેના પીએ ભાગ્યે જ ફોન ઉપાડશે, જો તેઓ બેઠકમાં ન હોય તો નીતિન પટેલ પોતે તેનો ફોન ઉપાડશે. જનતા સાથે સીધો સંપર્ક ધરાવતો ભાજપમાં આવો કોઈ નેતા નથી. અને બીજું, ભલે તે મુખ્યમંત્રી ન હોય, પરંતુ હંમેશા ગુજરાતના વિવિધ સ્થળોએથી નીતિન પટેલની ઓફિસની મુલાકાત લેનારા લોકોની સંખ્યા અન્ય કોઈ પણ મંત્રી કરતા વધારે હોય છે. જનતા મુલાકાતના દિવસે ગમે તેટલો સમય જાય પરંતુ નીતિન પટેલને મળવા આવેલા વ્યક્તિની તેમની સાથે મુલાકાત તો થઈ જ જાય છે. આમ વહિવટમાં ભાજપના સૌથી વધુ પકડ ધરાવતા નેતા પણ નીતિન પટેલ જ હોવાનું કહેવાય છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Hindutva, અફઘાનિસ્તાન, તાલિબાન, નિતિન પટેલ, રાજકારણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन