રાહતના સમાચાર : વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: June 2, 2020, 1:51 PM IST
રાહતના સમાચાર : વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
તસવીર : ભારતીય હવામાન વિભાગ

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે, આગામી 6 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે.

  • Share this:
અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું (Nisarg Cyclone) ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના (Maharashtra Coast) કાંઠા વિસ્તારમાં ટકરાશે. જોકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે.

ડીપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 6 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે. મંગળવારે બપોરે 12 વાગ્યાની માહિતી પ્રમાણે ડીપ ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલ ડીપ ડિપ્રેશન સુરતના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

વાવાઝોડાની દિશામાં ફેરફાર થયો

હવામાન ખાતાના ડાયરેકટર જયંત સરકારે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ તે સુરતથી 670 કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે બાદમાં તે સિવિયર (વધારે ખતરનાક) વાવાઝોડું પણ બની શકે છે.

આ પણ વાંચો :  સુરત-વલસાડના ગામોમાંથી સ્થળાંતર શરૂ, તિથલ બીચ 5 દિવસ સુધી બંધ કરાયો 

મહારાષ્ટ્રમાં ટકરાશે વાવાઝોડું

જયંત સરકારના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ત્રીજી જૂનના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરીહરેશ્વર અને દમણ વચ્ચેથી આ વાવાઝોડું પસાર થશે. એટલે કે અલીગઢ નજીક આ વાવાઝોડું ટકરાશે. આ દરમિયાન તેની ઝડપ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક હશે. ગુજરાતમાં તેની કોઈ ખાસ અસર નહીં પડે પરંતુ તેની અન્ય અસરને પગલે દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારીમાં 80થી 90 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સુરતમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકીના જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડાની અસરને પગલે ત્રીજી જૂનના રોજ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ પડશે. ચોથી જૂનના રોજ પણ તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
First published: June 2, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading