Home /News /madhya-gujarat /

Ahmedabad: NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, મહિલાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી

Ahmedabad: NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, મહિલાએ પોલીસ સમક્ષ વર્ણવી આપવીતી

મહિલાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: અમેરિકામાં રહેતી NRI મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે કે તેના પતિ દ્રારા મહિલાને માનસિક ત્રાસ આપવામા આવે છે.

અમદાવાદઃ મહિલાઓ ઉપર અત્યાચાર (domestice violence) થવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદમાં (Ahmedabad news) પ્રકાશમાં આવી છે. અહીં NRI મહિલાએ પોતાના પતિ સામે માનસિક ત્રાસ આપીને અશ્લીલ વીડિયો વાયરલ (video viral viral) કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં (women police station) કરી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદમાં NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યો હતો. પતિ અમેરિકા લઈ જવાનું દબાણ કરીને રૂ 21 લાખની માંગ કરી રહ્યો છે.  અમેરિકામાં રહેતી NRI મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે કે તેના પતિ દ્રારા મહિલાને માનસિક ત્રાસ આપવામા આવે છે.

તેનો પતિ અમેરિકા લઈ જવાની જીદ પકડે છે જયારે દહેજના 5 લાખની માંગ કરતા તેને પાંચ લાખ આપ્યા હતા. પરંતુ તેમ છતા તે વધુ 21 લાખની માંગ કરીને પરેશાન કરતો હોવાનો આક્ષેપએ ફરિયાદમા કર્યો છે.

બંન્ને 2016મા ફેસબુક મારફતે મળ્યા હતા. બાળપણમા બન્ને મિત્રો હતા. પરંતુ ફરિયાદી પરિવાર સાથે અમેરિકા જતા રહયા હતા. બન્નેના ડિવોર્સ થઈ ગયા છે. જેથી ફેસબુક દ્રારા બન્ને ફરી સપંર્કમા આવ્યા હતા. અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. ઓકટોબર 2016મા ફરિયાદી અમદાવાદ આવ્યા અને આરોપી સાથે કોર્ટમા પ્રેમ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ-એકના એક પુત્રએ જ નાની, માતા-પિતા, બહેનની કરી હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

અને ત્યાર બાદ ઘોડાસર ખાતે પોતાની સાસરીમા રહેવા ગઈ હતી. આરોપીએ અંગત પળ દરમિયાન પત્નીના અશ્લીલ ફોટો પાડી દીધા હતા અને અમેરિકાનું સીટીઝન મેળવવા સતત દબાણ કરતો હતો. લગ્ન બાદ પતિના આ વર્તનથી ફરિયાદી ગભરાઈ ગઈ અને અમેરિકા પરત જતી રહી હતી.

આ પણ વાંચોઃ-Rajkot news: જન્માષ્ટમી ઉજવવા નીકળેલા લોકોની કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, ભાવી દંપતીએ એક સાથે લીધા અંતિમ શ્વાસ

આરોપીએ તેના ફોટો સોસીયલ મિડીયામા વાયરલ કરવાની ધમકી આપતો હતો અને છુટાછેડા મેળવવા માટે રૂ 21 લાખની માંગણી પણ કરતો હતો. જેથી ફરિયાદી અમેરિકાથી અમદાવાદ આવીને પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ-OMG! વાછરડાંને ગળી ગયો 15 ફૂટનો અજગર, પેટમાં ગયા બાદ મૃત વાછરડાંએ લીધો 'બદલો'

મહિલા પૂર્વ પોલીસે પતિ-પત્નીના ઝઘડા અને આક્ષેપોને લઈને મહિલાની ફરિયાદ નોંધી છે.. એટલુ જ નહિ મહિલાએ ફરિયાદમા આક્ષેપ કર્યો છે કે તેના પતિ વિરૂધ્ધ અન્ય પોલીસ સ્ટેશનમા પણ ચોરી કે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.. જેથી પોલીસે ગુનાહિત ઈતિહાસ અને મોબાઈલની તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन