Home /News /madhya-gujarat /

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને લઇને હવે શુક્રવારે થશે સુનાવણી

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને લઇને હવે શુક્રવારે થશે સુનાવણી

#ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને લઇને સુપ્રીમ કોર્ટમાં હવે શુક્રવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે ચુકાદો આવવાની આશા હતી પરંતુ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટની સલાહ મામલે વિચાર કરવા માટે સમયની માંગ કરતાં વધુ એક સુનાવણી શુક્રવારે થશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનને લઇને સુપ્રીમ કોર્ટમાં હવે શુક્રવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે ચુકાદો આવવાની આશા હતી પરંતુ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટની સલાહ મામલે વિચાર કરવા માટે સમયની માંગ કરતાં વધુ એક સુનાવણી શુક્રવારે થશે.

48 કલાકમાં કંઇ ફરક નથી પડતો એવું કહેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિચાર માટે થોડો વધુ સમય આપ્યો છે અને હવે આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે. કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલો કરી હતી.

બુધવારે કોર્ટે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સુપ્રીમ કોર્ટની રાહબરીમાં ફ્લોર ટેસ્ટ અંગે વિચાર કરે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, કેટલીક શરતોને આધીન સુપ્રીમ કોર્ટ ઉત્તરાખંડ વિધાનસભામાં બહુમત સાબિત કરવાની તક આપતો નિર્ણય લઇ શકે એમ છે.
First published:

Tags: ઉત્તરાખંડ, ઉત્તરાખંડ વિવાદ, રાષ્ટ્રપતિ શાસન, વિવાદ, સુપ્રીમ કોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन