'ક્યાર વાવઝોડુ' નબળુ પડે તે પહેલા જ અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય

News18 Gujarati
Updated: October 29, 2019, 3:31 PM IST
'ક્યાર વાવઝોડુ' નબળુ પડે તે પહેલા જ અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય
રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : ક્યાર વાવાઝોડાની અસર પુરી થઇ નથી ત્યાં શ્રીલંકાનાં દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થયું હતુ. લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર એરિયમાં પરિવર્તિત થયુ છે. જે ડિપ્રેશન બની અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેવુ અનુમાન છે. જેનુ ભારતીય મોસમ વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, ક્યાર વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયુ વાતાવરણ સર્જાયુ છે. આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, વડોદરા, કચ્છ, દેવભુમી દ્વારકા,પોરબંદર, રાજકોટ જિલ્લાનાં વાતાવરણમાં પલટા સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, દિક્ષણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો તૈયાર થયેલા પાકને નુકસાન થયુ છે. તો હવે ઉતર ગુજરાતમાં પણ કમોસમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉતર ગુજરાતનાં ખેડુતો માટે પણ ક્યાર વાવાઝોડું ચિંતા લાવ્યુ છે.

આ પણ વાંચો : જાણો અમદાવાદનો સૌથી લાંબો અંજલી બ્રિજ પાર કરતા કેટલો સમય લાગે છે?

મહત્વપૂર્ણ છે કે જુલાઈ મહિનામાં વરસાદ ખેચાવવો હતોઅને પછી લગાતરા ઓક્ટોબર મહિના સુધી વરસાદ થવો ચાલુ રહ્યો છે. 40 દિવસ મોડા આવેલા ચોમાસાએ વિદાય લીધી છે. તો બીજી બાજુ ચોમાસાની વિદાયની સાથે સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થયુ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારમાં ભૂંકપના ઝટકાનો અનુભવ પણ થઇ રહ્યો છે. જોકે, આમા ક્લાઇમેટ ચેન્જની અસર દેખાય રહી છે. દેશ અને દુનિયા માટે કલ્યામેન્ટ ચેન્જ તે મોટો પડકાર છે. હવામાં તો પ્રદુષણ વધી રહ્યુ છે. સાથે સાથે જમીનાં સ્તરમાં પણ પ્રદુષણ વધી રહ્યુ છે. હજુ પણ દિવસેને દિવસે પ્રદુષણ વધશે તો આવનાર દિવસો વધુ કપરા બની રહેશે. ક્લાઇમેટ ચેન્જની અસર સીધી ઋતુઓ પર થઇ રહી છે. ભારત દેશની કૃષી ઋતુઓ પર આધારીત છે. જો ઋતુઓના કોઈ ઠેકાણા નહી રહે તે કૃષી પાક પર સીધી અસર પહોચશે.

 
First published: October 29, 2019, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading