News18 બન્યું Pradesh18 : માત્ર નામ બદલ્યું છે, હિંમત, જુસ્સો અને વિશ્વાસ એજ છે

Haresh Suthar | Pradesh18
Updated: February 4, 2016, 11:55 AM IST
News18 બન્યું Pradesh18 : માત્ર નામ બદલ્યું છે, હિંમત, જુસ્સો અને વિશ્વાસ એજ છે
દેશ ડિજિટલ ઇન્ડિયા બનવા તરફ કદમ વધારી રહ્યો છે. Web18 પણ www.pradesh18.com સહિત પોતાના વિભિન્ન ઓનલાઇન ઉપક્રમોના માધ્યમથી આ અભિયાનમાં ખભેથી ખભો મીલાવી કામ કરી રહ્યું છે. આસપાસ થતી રોજબરોજની ઘટનાઓ અને નાવિન્યતાઓથી સૌને અગવત કરાવવા અમારો ધ્યેય છે.

દેશ ડિજિટલ ઇન્ડિયા બનવા તરફ કદમ વધારી રહ્યો છે. Web18 પણ www.pradesh18.com સહિત પોતાના વિભિન્ન ઓનલાઇન ઉપક્રમોના માધ્યમથી આ અભિયાનમાં ખભેથી ખભો મીલાવી કામ કરી રહ્યું છે. આસપાસ થતી રોજબરોજની ઘટનાઓ અને નાવિન્યતાઓથી સૌને અગવત કરાવવા અમારો ધ્યેય છે.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 11:55 AM IST
  • Share this:
અમદાવાદ # દેશ ડિજિટલ ઇન્ડિયા બનવા તરફ કદમ વધારી રહ્યો છે. Web18 પણ www.pradesh18.com સહિત પોતાના વિભિન્ન ઓનલાઇન ઉપક્રમોના માધ્યમથી આ અભિયાનમાં ખભેથી ખભો મીલાવી કામ કરી રહ્યું છે. આસપાસ થતી રોજબરોજની ઘટનાઓ અને નાવિન્યતાઓથી સૌને અગવત કરાવવા અમારો ધ્યેય છે. શહેરી વિસ્તાર ઉપરાંત દુર્ગમ અને આંતરીયાળ વિસ્તારના લોકો પણ માહિતીથી વંચિત ન રહી જાય એવો અમારો પ્રયાસ છે. નોંધનિય બાબત એ છે કે ઘટનાઓની જાણકારી આપણી જ માતૃભાષામાં રજુ કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર, વહીવટમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે તમામ સેવાઓ અને સેક્ટરોને ડિજિટલાઇઝેશન પર જોર આપી રહી છે. એવામાં મીડિયા હાઉસોનું પણ દાયિત્વ બને છે કે તે પણ ડિજિટલ મીડિયાને એવા લોકો સુધી પહોંચાડે કે જ્યાં ટીવી ચેનલો અને અખબારોની મર્યાદા સીમિત છે. ટીવી ચેનલ માટે વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા, કેબલ કનેકશન અને અખબાર ખરીદવું જરૂરી છે. જેને લીધે આ માધ્યમોનો વ્યાપ સીમિત છે. એવામાં લોકોને એમની આસપાસ અને દુનિયાભરમાં થઇ રહેલી ઘટનાઓ અને હલચલની જાણકારી આપવા માટે ડિજિટલ મીડિયા એક મહત્વપૂર્ણ સાધન છે.

આ હું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે છેલ્લા એક દાયકામાં દેશમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારાઓની સંખ્યા અનેક ગણી વધી છે. બીએસએનએલ તેમજ ખાનગી ટેલીકોમ કંપનીઓના કારણે ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ વધ્યો છે. ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે, જેનાથી તત્કાલ જરૂરી જાણકારી મેળવી શકાય છે. ઇન્ટરનેટ એ ટીવી અને અખબારોની સરખામણીએ સસ્તુ અને વધુ અનુકૂળ પણ છે. જો કોઇ વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે તો તે હંમેશા વિશ્વની ઘટનાઓથી સતત વાકેફ રહી શકે છે. ઇન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો આજે લેટેસ્ટ 4જી આવી ગયું છે તો 2જી સર્વસામાન્ય છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા કોમસ્કોર ડેટાના વિશ્લેષણ અનુસાર વર્ષ 2015ની શરૂઆતમાં મુખ્ય 50 ન્યૂઝ વેબસાઇટમાંથી 39 વેબસાઇટ પર યુઝર્સ ડેકસ્ટોપ કોમ્પ્યુટરને બદલે મોબાઇલ ડિવાઇસથી વધુ સર્ચ કરે છે. જેમાં વેબસાઇટની સાથોસાથ એની સાથે જોડાયેલી એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.

આ તથ્ય ઉપરાંત દેશમાં ખબરોની બદલતી પ્રકૃતિએ આ વાત પર આશ્વર્યજનક પ્રભાવ પાડ્યો છે કે સમાજને કેવી રીતે અને કેટલે સુધી સુચના, જાણકારી આપી શકાય. વર્તમાન સમયમાં આપણે જોઇ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કેવા પ્રકારે ક્રાંતિઓ થઇ રહી છે. ભલે એ મિસ્રની તહરીર ચૌક ક્રાંતિ હોય કે અણ્ણા હઝારેના જનલોકપાલ માટે દિલ્હી આંદોલન હોય કે પછી ગુજરાતનું પાટીદાર આંદોલન હોય. સોશિયલ મીડિયાએ આવા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાથોસાથ એવું પણ માનવામાં આવે છે કે, આ એક પારદર્શી અને ભ્રષ્ટાચારમુક્ત માધ્યમ છે.

વધુ સ્થાનિક ભાષાઓમાં સમૃધ્ધ વાંચન સામગ્રી પીરસતા www.pradesh18.com નું લક્ષ્ય અને ઉદ્દેશ્ય છે કે સમૃધ્ધ વાંચન સામગ્રી વડે સમાજ અને સ્થાનિક સમુદાયોને જ્ઞાન અને જાણકારી આપવી તેમજ એમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવી. સાથોસાથ www.pradesh18.com રાજ્યો અને દેશના લોકોને સ્થાનિક રાજનેતાઓ, પ્રશાસન સહિતની અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવા માટે એક મંચ ઉપલબ્ધ કરાવાય તેમજ એમની સમસ્યાઓને વાચા આપવી.છેલ્લા એક વર્ષમાં www.news18.com ને મળેલા પ્રતિસાદ અને સહયોગે અમને આ માટે પ્રેરિત કર્યા કે સમાજની સેવા કરવા અને એને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે માતૃભાષાની આ વેબ સાઇટને નવા બ્રાન્ડ નેમ www.pradesh18.com સાથે રી-લોન્ચ કરવામાં આવે. અમને આશા છે કે આપનો સાથ અને સહયોગ અમને હંમેશાની જેમ સતત મળતો રહશે. અમે પણ આપને વિશ્વાસ આપીએ છીએ કે આપની સમસ્યાઓને વાચા આપવા, ઉકેલ માટે અને લેટેસ્ટ માહિતીની જાણકારી માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.
First published: February 4, 2016, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading