સ્ટીંગ ઓપરેશન Impact: એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા RTO અધિકારીઓ સામે પગલા ભરાશે

News18 Gujarati
Updated: November 19, 2019, 6:51 PM IST
સ્ટીંગ ઓપરેશન Impact: એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા RTO અધિકારીઓ સામે પગલા ભરાશે
RTOમાં એજન્ટ પ્રથા નાબુદ કરી દેવામાં આવશે

આરટીઓ અધિકારી ખુદ આ કૌભાંડની તપાસ કરશે. અરજદારો પાસેથી લૂંટ ચલાવતા એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવશે

  • Share this:
અમદાવાદ: આરટીઓ કચેરીમાં ચાલી રહેલા એજન્ટ રાજના ન્યુઝ 18 ગુજરાતીના સ્ટીંગ ઓપરેશનમાં પર્દાફાશ બાદ તંત્ર દોડતુ થયું છે. ન્યુઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે અને આરટીઓ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવતા અમદાવાદ આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે, લાયસન્સ રિન્યુ કરાવવા માટે અને વાહનોના નંબર પ્લેટ કે અન્ય પેપર માટે અરજદારોનો ધસારો વધ્યો છે. જેને પગલે આરટીઓમાં ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. અરજદારોની લાંબી લાઈનોનો લાભ લઈ એજન્ટો દ્વારા અરજદારો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. અને સ્ટીંગ ઓપરેશનમાં એજન્ટો આરટીઓ કચેરીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ પણ કરી રહ્યાં છે.

એટલુ જ નહી ટ્રાફિકના નવા નિયમોના અમલી કરણ બાદ અમદાવાદમાં આવેલી સુભાષબ્રિજ આરટીઓ કચેરી તેમજ વસ્ત્રાલ આરટીઓ કચેરી અને બાવળામાં આવેલી આરટીઓ કચેરીમાં એજન્ટો દ્વારા લાયસન્સ રિન્યુ કરાવવાના 800થી 2500 રુપિયા પડાવે છે જ્યારે પરીક્ષા વગર લાયસન્સ કઢાવવાના 8 હજારથી 10 હજાર રુપિયાના ભાવ બોલાય છે. જેનો પર્દાફાશ ન્યુઝ 18 ગુજરાતી એ સ્ટીંગ ઓપરેશનમાં થયો છે. ત્યારે આ સ્ટીંગ ઓપરેશનને પગલે આરટીઓ કચેરીમાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

આ પણ વાંચોExclusive : પરીક્ષા વગર લાઇસન્સ કઢાવવું છે? 10 હજાર રૂપિયા આપો એટલે કામ થઈ જશે!

આરટીઓ અધિકારી બીવી લિમ્બાચિયા પણ કચેરીમાં રાઉન્ડ માટે દોડી આવ્યા હતા. તો એજન્ટો પણ આરટીઓ કચેરીથી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. બીજીતરફ આરટીઓમાં કામકાજ માટે આવતા અરજદારોએ પણ આરટીઓમાં ચાલતી લાલિયાવાડી અને ના છુટકે એજન્ટો પાસે જવું પડતો હોવાનો રોષ ઠાલવ્યો હતો.

આ મુદ્દે આરટીઓ અધિકારી બી.વી. લિમ્બાચિયાએ ન્યુઝ 18 ગુજરાતીને જણાવ્યું કે, આરટીઓ કચેરીમાં એજન્ટરાજ અને વ્યાપેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે. આરટીઓ અધિકારી ખુદ આ કૌભાંડની તપાસ કરશે. અરજદારો પાસેથી લૂંટ ચલાવતા એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ એજન્ટ સાથે કોઈ અધિકારીઓની સાંઠગાંઠ સામે આવશે તો જે તે સંલગ્ન અધિકારી સામે પણ પગલા ભરવામાં આવશે. આરટીઓમાંથી એજન્ટ પ્રથા 100 ટકા નાબુદ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
First published: November 19, 2019, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading