દીકરાએ ઘર પચાવી માને કાઢી મુકી, New18 ગુજરાતીએ કરાવ્યું સમાધાન

News18 Gujarati
Updated: May 4, 2019, 9:42 AM IST
દીકરાએ ઘર પચાવી માને કાઢી મુકી, New18 ગુજરાતીએ કરાવ્યું સમાધાન
પુત્ર અને માતા

ન્યૂઝ 18 ગુજરાતીએ સામાજીક જવાબદારી અદા કરી સમાધાન કરાવ્યું

  • Share this:
નવિન ઝા, અમદાવાદ: દરેક મા-બાપ માટે તેમનું સંતાન એ આંખનો તારો કહેવાય..પણ અમદાવાદના અમરાઈવાડીમાં એક દીકરાએ પોતાની માતાને ધોળા દિવસે તારા બતાવી દીધા દીકરા દિનેશને વિજયાબેને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો પણ આ માતાને ખબર ન હતી કે તેમનો દીકરો પોતાની પત્ની સાથે રહીને માને જ પોતાના ઘરમાંથી બહાર કાઢી દેશે અમદાવાદના અમરાઈવાડીમાં આંખ ઉઘાડનારો એક કિસ્સો આવ્યો પ્રકાશમાં જ્યાં એક માતા પર આવી પડ્યું સંકટ. માતા વિજયાબેનનો આરોપ છે કે આંખના ઓપરેશન માટે તેમના દીકરા દિનેશ પાસે રૂપિયા માગ્યા તો તેમને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા. એટલું જ નહીં તેમની પુત્રવધુ પણ હેરાન કરતી હોવાના આરોપો વિજયાબેને કર્યા છે.

આ પણ વાંચો-અમદાવાદ: પીવાના પાણીની અછત, શહેરમાં 100 તળાવ પણ બધા જ ખાલીખમ

ન્યૂઝ 18 ગુજરાતીએ સામાજીક જવાબદારી સમજતા ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને વિજયાબેનના પુત્ર દિનેશનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે દીકરા દિનેશે કહ્યું કે,આ ફરિયાદ સાવ ખોટી છે. મારી ભત્રીજીનાં ભડકાવવા પર આવું કરે છે મારી મા.જો એવું હોય તો હું આ ઘર ખાલી કરી દેવા માંગુ છું મારે આ વિશે વધુ કંઇ નથી કહેવું.

મામલો અમારી સામે હતો અને અમારો હેતું એ હતો કે બંને પક્ષે સમાધાન થઈ જાય અને થયું પણ એવું અમારા અહેવાલ બાદ દીકરા દિનેશે બે દિવસમાં ઘર ખાલી કરવાની તૈયારી દર્શાવી તો માતા વિજયાબેને પણ પોતાનો પક્ષ રજૂ કરતા દીકરાને ચાર દિવસનો સમય આપ્યો. આમ સમગ્ર ઘટના બાદ ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતી પોતાની સામાજીક જવાબદારી નિભાવવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો- કરોડોની કટકી! 4200નો હતો કોન્ટ્રાક્ટ બનાવ્યા માત્ર 2200 જ આવાસ
Published by: Margi Pandya
First published: May 4, 2019, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading