અમદાવાદીઓ માટે રાહતના સમાચાર! 15 મે બાદ ઓનલાઇન ખરીદી કરી શકાશે, માર્ગદર્શિકા જાહેર

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર! 15 મે બાદ ઓનલાઇન ખરીદી કરી શકાશે, માર્ગદર્શિકા જાહેર
ઉચ્ચ અધિકારીઓની મિટિંગની તસવીર

અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આગામી દિવસોમાં લોકડાઉન ઓપન થયા પછી ક્યા પ્રકારના પગલા લેવા તે અંગે નિર્ણય કરાયો હતો. અને શહેર માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસમાં વધારો થયો છે. શહેરમાં સંક્રમણ ન વધે તેના માટે અનેક કડક પગલ લેવાયા છે. કરિયાણા અને શાકભાજી વેચાણ પર 15 તારીખ સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે . ત્યારે અધિક મુખ્ય સચિવ (Additional Chief Secretary) ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર (AMC Commissioner) સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન (Lockdown)ઓપન થયા પછી ક્યા પ્રકારના પગલા લેવા તે અંગે નિર્ણય કરાયો હતો. અને શહેર માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી

અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તાએ એક અખબારી નિવેદન આપતા કહ્યું હતુ કે શહેરમાં અત્યાર સુધી 11000 સુપર સ્પ્રેડરનું હેલ્થ સ્ક્રેનિગ કરવામાં આવ્યું છે. સાત દિવસ માટે આ હેલ્થ સ્ક્રેનીગ કાર્ડ માન્ય ગણાશે. આ ઉપરાત લોકડાઉન ઓપન થયા બાદ કઇવ્યવસ્થા ગોઠવી જેથી અમદાવાદીઓ સરળતાથી જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે.

લોકડાઉનના સમયગાળા પછીની તૈયારી ભાગરૂપે ડી માર્ટ, એશિયા હાઇપરમાર્ટ, બીગ બજાર, બિગ બાસ્કેટ, ઝોમેટો, સ્વિગી વગેરે મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓને સંપર્ક કરવામાં આવ્યો છે. અને તેમના સ્ટાફને 100 ટકા સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોરોના સંક્રમણ અટકાવા અને સાવચેતીના ભાગરૂપે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફ્સ ( યુપીઆઇ ) અને અન્ય ડિઝીટલ ચૂકવણી ફરજિયાત રહેશે .

આ પણ વાંચોઃ-લોકડાઉનનો ભંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી! અમદાવાદમાં 16 લોકો જુગાર રમતા ઝડપાયા

વધુ અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તા જણાવ્યું હતુ કે હોમ ડિલેવરી માટે પણ કડક નિયમ બનાવ્યા છે. એએમસી આરોગ્યકાર્ડ સાત દિવસ માટે માન્ય રહેશે. કોઇ ડિલિવરી બોયને કન્ટેનમેન્ટ એરિયામાંથી ભરતી કરવામાં આવશે નહી . ડિલિવરી બોયે સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિત નિયમનું પાલન કરવું પડશે. પેમેન્ટ ડિઝીટલ લેવાશે, કેશ ઓન નહી. દરેક ડિલિવરી બોય આરોગ્ય સેતુ એપડાઉનલોડ ફરજિયાત કરવાની રહેશે.

આ પણ વાંચોઃ-કોરોનાની ચેઈન તોડવા નવી ફોર્મૂલા! ભોપાલના હોટસ્પોટ જહાંગીરાબાદમાંથી 3000 લોકોને કરાયા શિફ્ટ

નોંધનિય છે કે શહેરમાં શાકભાજી, દૂધ, કરિયાણા વગેરે 17,000 દુકાનો માટે એએમસીએ 100 લોકોની ટીમ બનાવી છે. જે દરેક દુકાનમાં જઇ ઓનલાઇન પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે . 15મે થી રિટેલ વેચાણ માટે અલગી માર્ગદર્શિકા બહાર પાડવામા આવશે. એક અંદાજ મુજબ શહેરના 350થી વધુ સુપર સ્પ્રેડર કોરોના પોઝિટીવ આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 11, 2020, 21:15 pm

ટૉપ ન્યૂઝ