અમદાવાદ : બાળકીને ત્યજી દીધા બાદ ફરિયાદ કરવા જતાં માતા-પ્રેમી ઝડપાયા

News18 Gujarati
Updated: August 23, 2019, 5:21 PM IST
અમદાવાદ : બાળકીને ત્યજી દીધા બાદ ફરિયાદ કરવા જતાં માતા-પ્રેમી ઝડપાયા
ટ્રેનમાંથી મળેલી બાળકીની તસવીર

સગીરા દોઢ વર્ષ પહેલા રીક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ નામના વ્યકિત સાથે રાણીપમાં ભાડે મકાન રાખી રહેતી હતી. હિમાંશુ પટેલ સાથે સંબંધમાં તેને આ બાળકી રહી ગઈ હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર બે દિવસ પહેલા સાફસફાઇ દરમિયાન પાટણ ડેમો ટ્રેનમાં સીટ નીચેથી એક નવજાત બાળકી મળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. રેલ્વે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. ત્યારે પોલીસે એક સગીરા અને તેના પ્રેમી યુવક રજનિકાંત મકવાણીને ઝડપી પાડ્યો છે. બન્ને શખ્સો બાળકીને પાટણ ડેમો ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયા હતા. નોંધનિય છે કે બન્ને ટ્રેનમાં લવારીશ મૂક્યા બાદ વિસનગરમાં બાળકી ગુમ થયાની ફરિયાદ પણ નોંધવવા ગયા હતા. જેનાં આધારે બન્ને ઝડપાઈ ગયા છે.

રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડીવાયએસપી જે.પી.રાઓલનું કહેવું છે કે સગીરા મુળ અમદાવાદની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલા રીક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ નામના વ્યકિત સાથે રાણીપમાં ભાડે મકાન રાખી રહેતી હતી. હિમાંશુ પટેલ સાથે સંબંધમાં તેને આ બાળકી રહી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ હિમાંશુએ લગ્નની ના પાડી દેતા સગીરાની સિવિલ હોસ્પિટલમાં વિસનગરના રહેવાસી રજનીકાંત સાથે મુલાકાત થઈ હતી.

આ પણ વાંચોઃ-ગુજરાત ભાજપ પ્રમુખની રેસમાં રજની પટેલ, શંકર ચૌધરી અને આઈ.કે. જાડેજાનું નામ મોખરે

સગીરાએ 8 ઓગષ્ટ્રના રોજ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો અને પિતાનું નામ હિમાંશુ પટેલ લખાવ્યું હતું. રજનિકાંત અને સગીરા લગ્ન કરવા માંગતા હતા. રજનિકાંતના પરિવારજનો પણ તૈયાર થઈ ગયા હતા. પરંતુ આ બાળકીને સાથે નહીં રાખવા બન્નેએ નક્કી કર્યું હતું. જેથી ટ્રેનમાં બિનવારસી મૂકી જતા રહ્યા હતા. હાલ પોલીસે હિમાંશુ પટેલની શોધખોળ હાથ ધરી છે.

અધિકારીઓનું કહેવું છે કે હિમાંશુ પટેલની ધરપકડ બાદ તેના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. જો બાળકીનો પિતા નિકળ્યો તો તેની સામે પોસ્કો સહિત બળાત્કાર અને અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर