નવા વર્ષે ઇસ્કોન મંદિરમાં પ્રથમ વખત ૧૦૦૮ kg ચોખા ઘીનાં શીરાનો ગોવર્ધન પર્વત બનશે

News18 Gujarati
Updated: November 5, 2018, 6:04 PM IST
નવા વર્ષે ઇસ્કોન મંદિરમાં પ્રથમ વખત ૧૦૦૮ kg ચોખા ઘીનાં શીરાનો ગોવર્ધન પર્વત બનશે
આ તસવીર ગયા વર્ષની છે.

  • Share this:
તારીખ ૮ નવંબર ૨૦૧૮નાં રોજ ગોવર્ધન પુજનો કાર્યક્રમ ઇસ્કોન મંદિરમાં રાખવામાં આવ્યો છે. એજ દિવશે ગુજરાતમાં બેસતું વર્ષ પણ મનાવવામાં આવે છે. આ એ દિવસ છે કે જયારે ભગવાન કૃષ્ણ એ ૭ વર્ષ નાં હતા ત્યારે ઇન્દ્ર દ્વારા મુસળધાર વરસાદ બરસાવા માં આવ્યો હતો અને ગોકુલ નાં લોકો ને બચાવ માટે ૭ દિવસ અને રાત ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો હતો, જેની નીચે ગોકુલ વાસિયો ઇન્દ્ર નાં પ્રહાર થી બચી શકે .

આખા વિશ્વ માં ઇસ્કોન નાં જેટલા પણ સેન્ટર છે તેમાં આ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજાવવા માં આવે છે. ઇસ્કોન મંદિર અહમદાવાદ માં પણ અન્નકૂટ મહોત્સવ ઉજાવામાં આવશે . પ્રથમ વકત ઇસ્કોન મંદિર અહમદાવાદ માં ૧૦૦૮ kg ચોખા ઘી નાં ગોવર્ધન પર્વત બનાવવા માં આવશે . સાથે ૧૦૮ kg ડ્રાય ફ્રુટ , ૧૦૮ kg ફ્રુટ , ફરસાણ પણ ધરાવા માં આવશે .સાથે અન્નકૂટ પણ ધરાવા માં આવશે. ભગવાન રાધા-ગોવિંદ, શ્રીનાથજી ગોપાલ જી , રાધા-કૃષ્ણ , સીતા- રામ- લક્ષમણ ભગવાન ને નવા વસ્ત્રો પહેરવામાં આવશે . અને આખો ગોવર્ધન પર્વત મંદિર ના ભક્તો દ્વારા બનાવામાં આવશે.

પ્રથમ વખત આ વર્ષે ઇસ્કોન મંદિરે ગોવર્ધન પર્વત ની આકૃતિ તૈયાર કરી છે જેમાં ૪.૫ ફૂટ નાં ભગવાન કૃષ્ણ અને આખો ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણ નાં ટચલી આંગળી માં ધારણ કરે એવી આકૃતિ તૈયાર કરી છે . (આ તસવીર ગયા વર્ષના પ્રસંગની છે)


પ્રથમ વખત આ વર્ષે ઇસ્કોન મંદિરે ગોવર્ધન પર્વત ની આકૃતિ તૈયાર કરી છે જેમાં ૪.૫ ફૂટ નાં ભગવાન કૃષ્ણ અને આખો ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણ નાં ટચલી આંગળી માં ધારણ કરે એવી આકૃતિ તૈયાર કરી છે . સાથે ગોવર્ધન પર્વત તો બનશે . આ ગોવર્ધન પર્વત બનાવવા ની તૈયારી અગલા દિવસે રાત્રે ચાલુ થઇ જશે . જેમાં આખી રાત ભગવાન માટે શીરો બનાવવા માં આવશે . સવારે ૦૪:૩૦ કલાકે મંગળા આરતી માં આશરે ૪૦૦ થી ૪૫૦ લોકો ભગવાન નાં દર્શન માટે આવે છે. ભક્તો સવારે ૬:૩૦ થી ગોવાર્ધાન બનાવવા માં લાગી જાય છે. સવાર નાં ૧૧:૩૦ સુધી ગોવર્ધન બનાવે છે . જેમાં અલગ અલગ પ્રકાર નાં ડ્રાય ફ્રુટ , ફ્રુટ , ફરસાણ થી આખો ગોવર્ધન તૈયાર કરવા માં આવશે . તે ઉપરાંત ગોવર્ધન પૂજા ની સાથે સાથે, ઇસ્કોન મંદિર માં ગૌ-પૂજા નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. સવારે ૧૦:૩૦ વાગે ઇસ્કોન મંદિર ના પ્રાંગણ માં આ કાર્યક્રમ થશે. કઠવાડા માં સ્થિત ઇસ્કોન મંદિર ની ગૌ-સાળા માં ૨૭૫ ગયો ની સેવા થાય છે.

આખા તહેવાર ની તૈયારિયો ૧ અઠવાડિયા થી ચાલુ થઇ જશે. જેમાં વિવિધ ભક્તો અલગ અલગ સેવા માં લાગી જાય છે. ઘણા ભક્તો ડ્રાય ફ્રુટ ખરીદવામાં , ઘણા ભક્તો ફ્રુટ અને ઘણા ભક્તો ફરસાણ ખરીદવામાં , ઘણા ભક્તો ગોવર્ધન બનાવવા ની પ્રક્રિયા માં, અને વિવિધ પ્રકાર ની તૈયારિયો માં ગોવર્ધન પૂજા ની પહેલા ભક્તો પુર જોશ માં મહોત્સવ ઉજવાવાની તૈયારિયો માં લાગી જાય છે .

હજારો ભક્તો ની સંખ્યામાં આ ગોવર્ધન મહોત્સવ ઉજાવવા માં આવે છે. બપોરે ૧૧:૩૦ વાગે ગોવર્ધન પર્વતનું ઇસ્કોન મંદિરની અંદર અભિષેક કરવામાં આવશે .પછી ભગવાનને ૧૨:૧૫ અન્નકૂટ ધરવામાં આવશે . અને પછી ભગવાન ને આરતી કરવામાં આવશે . સવારે મંગલા આરતી થી ભગવાન નાં કીર્તન થી જ સમગ્ર મંદિર ગુંજી ઉઠે છે અને ભક્તો પણ બેસતા વર્ષ નાં પ્રથમ દિવસે ભગવાન નાં દર્શન કરવા પધારશે. જયારે ગોવર્ધન પૂજા એક વાગે બપોરે પૂરો થશે પછી સાંજે જેટલો પણ શીરો છે એ જેટલા પણ ભક્તો દર્શન માટે આવે છે એમને વિતરણ માં આવશે .આપ તો જાણતો હશો કે ઇસ્કોન મંદિર માં દરરોજ ખીચડી મળે છે પરંતુ આ દિવસે બધા ભક્તો ને ચોખા ઘીના શીરોની પ્રસાદ આપવામાં આવશે . બધા શહેરી જનો ને નમ્ર વિનંતી કે મહોત્સવ માં ભાગ લેવા ઉપસ્થિત રહે. અને ભગવાન નાં આર્શીવાદ પ્રાપ્ત કરે .
First published: November 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading