આવતીકાલથી ટ્રાફિકનાં નિયમો તોડશો તો ખિસ્સુ ખાલી થશે!

News18 Gujarati
Updated: October 31, 2019, 2:48 PM IST
આવતીકાલથી ટ્રાફિકનાં નિયમો તોડશો તો ખિસ્સુ ખાલી થશે!
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજ્યમાં આવતી કાલથી એટલે 1 નવેમ્બરથી ટ્રાફિકનાં નવા નિયમની (Traffic rules) અમલવારી થવાની છે. ત્યારે ગુજરાતીઓ કેટલાય દિવસો પહેલાથી આ નિયમો માટે તૈયાર થઇ રહ્યાં હોય તેમ તેમના ટુ વ્હીલર અને ફોર વ્હીલરનાં જરૂરી દસ્તાવેજો પુરા કરવા માટે આરટીઓનાં (RTO) ધક્કા ખાઇ રહ્યાં છે.

ટ્રાફિકનાં નવા નિયમો અંગે મંત્રી આર સી ફળદુએ જણાવ્યુ હતુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.

આ પણ વાંચો : 370ની કલમ હટાવવાનાં નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું : PM નરેન્દ્ર મોદી

હેલ્મેટ વગર 500 રૂ.નો દંડ

રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂ. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રુપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લાઇસન્સ વગર વાહન ચલાવશો તો 3000 રૂપિયાનો દંડ થશેRC બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશો તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટૂ-વ્હિલર ચલાવવા બદલ રૂ. 2000, રૂ. 3000 અને રૂ. 5000 એમ વાહનોની શ્રેણીના આધારે ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાઇસન્સ વગર વાહન ચલાવા બદલ રૂ. 3000નો દંડ થશે, જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂ. રૂ. 3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ.1,000નો દંડ થશે.

 
First published: October 31, 2019, 2:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading