ગુજરાત હાઇકોર્ટમાં પહેલી જૂનથી નવું રોસ્ટર અમલમાં આવશે


Updated: May 30, 2020, 11:06 PM IST
ગુજરાત હાઇકોર્ટમાં પહેલી જૂનથી નવું રોસ્ટર અમલમાં આવશે
ગુજરાત હાઇકોર્ટમાં પહેલી જૂનથી નવું રોસ્ટર અમલમાં આવશે

હાલ વિવિધ કેસોની સુનાવણી કરતા જસ્ટિસની કામગીરી બદલવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં પહેલી જૂનથી નવું રોસ્ટર અમલમાં આવશે. જેમાં હાલ વિવિધ કેસોની સુનાવણી કરતા જસ્ટિસની કામગીરી બદલવામાં આવી છે. ખાસ કરીને કોરોના વાયરસ મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓ મોટો જાહેરહિતની અરજીની સુનાવણી કરતા જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠને હાલ પૂરતી વિખેરાઇ છે. હાઇકોર્ટની રૂટીન કાર્ય પદ્ધતિના ભાગરૂપે નવા રોસ્ટરમાં જસ્ટિસ આર.એમ થયા અને જસ્ટિસ એસ.એચ.વોરાની નવી ખંડપીઠ ની રચના કરાઈ છે. જે સિવિલ અને ક્રિમિનલ એમ બંને બાબતોની અરજીઓ પર સુનાવણી કરશે.

આ ઉપરાંત ચીફ જસ્ટિસ પોતે સિંગલ બેન્ચમાં કેસની સુનાવણી કરશે. આ ઉપરાંત બીજા નવા જસ્ટિસ પણ સિંગલ જજ તરીકે કેસની સુનાવણી કરશે. હાલ તો આ નવા જસ્ટિસમા જે.બી.પારડીવાલાની નું નામ નથી. સામાન્ય રીતે જાહેર હિતની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ થાય છે. ત્યારે વકીલ આલમનું માનવું છે કે કોરોના ૉના કેસ મુદ્દે સુઓ મોટો અરજીની સુનાવણી સમયે નવી ખંડપીઠ રચાશે અને તેમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા હશે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 412 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆાંક 1000ને પાર

ચીફ જસ્ટિસનો નિર્દેશ - રાજ્યની તમામ નીચલી અદાલતોમાં પડતર તમામ ચુકાદાઓ જાહેર કરો

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશ બાદ રજીસ્ટ્રાર જનરલે પરિપત્ર બહાર પાડ્યો છે કે રાજ્યની તમામ નીચલી અદાલતોના જજોએ તેમની કોર્ટમાં પડતર તમામ ચુકાદાઓ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે છે.આ ઉપરાંત રાજ્યની તમામ નીચલી અદાલતો જ્યારે પડતર રહેલ ચુકાદાઓ જાહેર કરે ત્યારે કોર્ટમાં કોરોના સંદર્ભે સાવચેતી અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવાના રહેશે. મહત્વનું છે કે કોરોના વાયરસના ચેપથી બચવા અને તેના ફેલાવા ને રોકવાના ભાગ રૂપે દેશભરમાં છેલ્લા સપ્તાહથી લૉકડાઉન અમલી બનાવવામાં આવેલું છે. જેને અનુલક્ષીને રાજ્યની તમામ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી માત્ર અરજન્ટ અરજીઓની સુનાવણી કરવામાં આવી રહી છે. જેના લીધે રાજ્યની તમામ નીચલી અદાલતોમાં અનેક કેસમાં ચુકાદો પેન્ડિંગ છે.

આ ચુકાદાઓ જાહેર થાય તેની પક્ષકારો જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટે એવો પરિપત્ર બહાર પાડ્યો હતો કે કોરોના સંકટ કાળના લીધે રાજ્યની તમામ નીચલી અદાલતોએ હાઈકોર્ટની પૂર્વ મંજૂરી વગર કોર્ટની પરંપરાગત કામગીરી શરૂ કરવી નહીં. જો કોઈ કોર્ટમાં કેસની સુનાવણી કરવાની જરૂરિયાત ઊભી થાય તો આ કેસ પરની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવાની રહેશે. હાઈકોર્ટના આદેશના લીધે રાજ્યની તમામ નીચલી અદાલતો ની પરંપરાગત કામગીરી બંધ છે.
First published: May 30, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading