રૂપિયા 43.49 કરોડના ખર્ચે માંડલ-રામપુરા-સંગપુરા-રામપુરા- કડી રોડ બનશે

News18 Gujarati
Updated: September 10, 2019, 7:03 PM IST
રૂપિયા 43.49 કરોડના ખર્ચે માંડલ-રામપુરા-સંગપુરા-રામપુરા- કડી રોડ બનશે
પ્રતિકાત્મક તસવીર

નીતિન પટેલે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રસ્તા, આરોગ્ય સહિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું.

  • Share this:
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) નીતિ પટેલે (Nitin Patel) જણાવ્યું કે, શહેરોની સુવિધાઓ જેવી જ આંતરમાળખાકીય (Infrastructure) સુવિધાઓ રાજ્યના તમામ વિસ્તારોને મળી રહે તે માટે રાજ્ય સરકારનો પ્રયાસો કરી રહી છે.

તેમણે આજે અમદાવાદ જિલ્લાના માંડલ (Mandal) તાલુકામાં રસ્તા, આરોગ્ય (Health) સહિત વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ 43 કરોડ 49 લાખના ખર્ચે બનનાર માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડનું ખાતમુહૂર્ત, માંડલમાં ર કરોડ ૬૭ લાખના ખર્ચે વિશ્રામ ગૃહનું અને વિંઝુવાડા ખાતે રૂપિયા ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ર્નિર્મિત સરકારી આયુર્વેદ હોસ્પિટલનું (Ayurved Hospital) લોકાર્પણ કર્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં રોડ-રસ્તા અને આરોગ્ય સહિતની આંતરમાળખાકીય સુવિધાથી રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં વધી છે માંડલ તાલુકો રોડ-રસ્તા સહિતની આંતરમાળખાકીયને લીધે બન્યો છે, પરિણામે રોજગારીની તકો પણ વધી છે. રાજ્યના તમામ તાલુકાઓની જરૂરિયાત પ્રમાણે વિકાસના કામોને રાજ્ય સરકાર અગ્રતા આપી રહી છે,”.
First published: September 10, 2019, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading