Home /News /madhya-gujarat /

અમદાવાદ : આધેડ નકલી બાપ કિશોરીને ભણવા ના બહાને લાવ્યો, પરંતુ અનેક વાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ : આધેડ નકલી બાપ કિશોરીને ભણવા ના બહાને લાવ્યો, પરંતુ અનેક વાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ : આધેડ નકલી બાપ કિશોરીને ભણવા ના બહાને લાવ્યો, પરંતુ અનેક વાર આચર્યું દુષ્કર્મ

સગીરાને અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ગોંધી રાખી તેની સાથે બળાત્કાર ગુજારતો હતો

અમદાવાદ : મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નકલી બાપ છેલ્લા 10 મહિનાથી શારીરિક શોષણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈ મણિનગર પોલીસે આધેડ નકલી બાપની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત આધેડે અન્ય કોઈ બાળકીને શિકાર બનાવી છે કે કેમ અને તે મૂળ ક્યા નો વતની છે તે અંગે તપાસ શરૂ કરી છે.

સગીરાને શોધી લીધા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે પોતાની દીકરી ગણાવનાર આધેડ સગીરાનો બાપ નથી. જેણે સગીરાને અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ગોંધી રાખી તેની સાથે બળાત્કાર ગુજારતો હતો. ઉપરાંત અલગ અલગ ગુરુદ્વારામાં લઈ જઇ કુલદીપ સિંહ રાઠોડ સહાયના નામે સગીરા પાસે ભીખ મંગાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સગીરાને હોટલમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત પોલીસ સામે આવી છે.

આ પણ વાંચો - સ્કૂલ-કોલજમાં ઓફલાઇન શિક્ષણ બંધ, વધતા કોરોના કેસના કારણે નિર્ણય કરાયો

સગીરાએ પોલીસ તપાસમાં જણાવેલી હકીકતના આધારે ગુનામાં વધુ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મણિનગર પોલીસે પોક્સો, બળાત્કાર, કેફી પીણું પીવડાવી, છેતરપિંડી, ગોંધી રાખવી વગેરે કલમનો ઉમેરો કર્યો છે. ઉપરાંત ખોટી જાહેરાત કરનાર આધેડની મેડિકલ તપાસ પણ કરવામા આવી છે. પોલીસ તપાસમાં આધેડે પોતાનું મૂળ વતન પટના બિહાર બતાવ્યું હતું. જે માહિતી ખોટુ હોવાનું સામે આવ્યુ છે. આધેડ સગીરાને કચ્છ, ગુવાહાટી, રાજસ્થાનમાં ગોંધી રાખતો હતો અને ત્યાં જ બળાત્કાર ગુજાર્યા હોવાનુ સામે આવ્યું છે.

એક તરફ શિક્ષણ આપવાના બહાને સગીરાને તેની માતા પાસેથી પડાવી લેવામા આવી હતી અને બાદમા તેની સાથે અમાનુષી અત્યાચાર કરનાર આરોપીની અસલ ઓળખ મેળવવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ સગીરાના અસલ માતા સુધી પહોંચવા પોલીસ અગલ અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Latest gujarati news, Latest News, Latest today news, Maninagar, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર