અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખ રૂપિયાના તોડ કાંડમાં થયો નવો ખુલાસો


Updated: October 26, 2020, 7:01 PM IST
અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખ રૂપિયાના તોડ કાંડમાં થયો નવો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

વસ્ત્રાપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 65 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખના તોડ કાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ ઝડપી બનાવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ હવે પોલીસની પૂછપરછ બાદ મુળ આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં જે તે સમય વસ્ત્રાપુર પોલીસે 2 આરોપી ધવલ શાહ અને સૌરભ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને જેમાં તેમની પાસેથી 65 લાખનો તોડ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ખુબ જ ચર્ચામાં આવતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી એક પછી એક નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ મામલે જયારે ક્રાઈમ બ્રાન્ચે સૌરભ દ્વારા લખાવેલ સરનામાંની તપાસ કરી તો ખોટું હોવાનું સામે આવ્યું છે. આરોપી સૌરભ ખોટું સરનામું આપ્યું હતું. જોકે ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ મુળ સરનામાં સુધી પહોંચી ગઈ છે પણ હજુ સુધી આરોપી સૌરભ પકડમાં આવ્યો નથી. પોલીસે તેના વતન પંજાબમાં નોટિસ મોકલી આપેલ છે અને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા જણાવ્યું છે.

આ પણ વાંચો - મંત્રી પાટકરના ભાષણ પર કોંગ્રેસનો વાર, રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને સીએમના રાજીનામાની ફરિયાદ કરી

આ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સૌરભ જે દિવસે પકડાયો હતો ત્યાર બાદ બીજા દિવસે ફ્લાઈટમાં પંજાબ જતો રહ્યો હતો. સમગ્ર કેસની વાત કરીએ તો વસ્ત્રાપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 65 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે 2 કોન્સ્ટેબલનું નામ આ તોડ કાંડમાં સામે આવી રહ્યું છે. તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ તો એક IPSની જેમ લાઈફ સ્ટાઈલ ધરાવે છે અને મોંઘી કાર લઈને પોલીસ સ્ટેશન આવે છે. સાથો સાથ તેની રહેણી કરણી પણ એક ઉચ્ચ અધિકારીઓથી કમ નથી.
Published by: Ashish Goyal
First published: October 26, 2020, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading