ફરી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: September 1, 2019, 4:26 PM IST
ફરી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.

ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામશે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થય છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ઉતર ગુજરાતમાં પણ 3 થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.

જો કે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બરના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ જિલ્લામાં વરસાદ પડશે. 5 સપ્ટેમ્બરે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દનરગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અહીં ક્લિક કરી વાંચોઃ ઘૂંટણ અને સાંધાના દુખાવામાંથી રાહત અપાવશે આ ચીજ

ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.

બરકાંઠામાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ, કેટલાક સ્થળોએ નદીઓ બે કાંઠે વહેતી થઈ. કડીયાદરાથી વડિયાવીર જોડતો ડીપ પર પાણી ફરી વળ્યા છે. ડીપ પર પાણી ફરી વળતા લોકોને આવતા-જતા મુશ્કેલી પડી રહી છે.
First published: September 1, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading