પોલીસનો નવો પ્રયોગ! હવે 100 નંબર ડાયલ કરવાથી રક્તની પણ મદદ મળી રહેશે

News18 Gujarati
Updated: March 11, 2020, 6:54 PM IST
પોલીસનો નવો પ્રયોગ! હવે 100 નંબર ડાયલ કરવાથી રક્તની પણ મદદ મળી રહેશે
પોલીસનો નવો પ્રયોગ

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે લોહીની જરૂરિયાત હશે તેવા નાગરિકે ૧૦૦ નંબર ડાયલ કરવાનો રહેશે

  • Share this:
અમદાવાદઃ 100 નંબર ડાયલ કરવાથી માત્ર પોલીસ આવે છે એ માનસિકતા હવે બદલાઈ જશે. કારણ કે, હવે ૧૦૦ નંબર ડાયલ કરવાથી બ્લડ પણ મળી રહેશે. જી હા આ વાત બિલકુલ સાચી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના થકી આ મુહિમ આજથી શરુ કરવામાં આવી છે.

અમદાવાદના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ.કે.સિંઘના માનવતાવાદી અભિગમના કારણે પોલીસ ની મુહિમ સાર્થક થઈ રહી છે. 2018 મા શહેર પોલીસે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઓપરેશન મુસ્કાન શરુ કર્યું હતું. જેમાં થેલેસેમિયા રોગથી પીડાતા બાળકો માટે પોલીસ વિભાગ તરફથી બ્લડ ડોનેટ કરવામાં આવતું હતું. જેના થકી દર વર્ષે 12 હજાર થી 14 હજાર યુનિટ લોહી બ્લડ બેંકમા જમા થવા લાગ્યુ. ત્યાર બાદ ચાલુ વર્ષ થી શહેરના 52 પોલીસ સ્ટેશનમા દર અઠવાડિયે એક પોલીસ મથકમા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. અને તે બ્લડ પણ જમા થાય છે. માટે હવે પોલીસના આ અભિગમને બિરદાવી બ્લડ બેંક દ્વારા એક નવી શરૂઆત કરવામા આવી અને 100 નંબર પર કોલ કરી બ્લડ પહોચાડવાની યોજના અમલમાં મુકાઈ છે. અમદાવાદ શહેર પોલીસે શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જયારે પણ આપના કે, આપનાં પરિવારજનો મેડીકલ ઈમરજન્સીમાં હશે અને તેઓને સારવાર માટે લોહીની જરૂર હોય, તો ગભરાયા વિના શહેરીજનો ૧૦૦ નંબર ડાયલ કરીને સીધો જ બ્લડ બેંક સાથે સંપર્ક કરી શકશે, સંપર્ક કર્યા બાદ એક સિસ્ટમ ફોલો કરવાની રહેશે અને ત્યાર બાદ બ્લડ જરૂરિયાત મંદ સુધી પહોચાડવામાં આવશે..

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરણ ચુડગર અને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે લોહીની જરૂરિયાત હશે તેવા નાગરિકે ૧૦૦ નંબર ડાયલ કરવાનો રહેશે અને બાદમાં બ્લડ લેનારની વિગતો લેવામાં આવશે. વિગતો સાથેની એક કોમ્પ્યુટર રાઈઝ સ્લીપ જનરેટ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાં જનરેટ થયેલી સ્લીપ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અપાશે અને જનરેટ થયેલી સ્લીપની માહિતીના આધારે બ્લડ બેંક સામેથી બ્લડ લેનારોનો સંપર્ક કરશે. કેટલા સમય મા બ્લડ પહોચ્યું તેની પણ વિગત પોલીસ કંટ્રોલ રૃમ ને આપવાની રહેશે. જોકે પોલીસ દરરોજ, દર મહિને અને દર વર્ષ નો હિસાબ રાખશે જેથી કેટલા લોકોને મદદ મળી અને પોલીસના આ અભિગમનો લાભ મળ્યો તે જાણી શકાશે.

અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામા આવેલા રક્ત દાન કાર્યક્રમ અવિરત ચાલુ રહે તે માટે પણ એક સિસ્ટમ બનાવવામા આવી છે. એટલે કે વર્ષના 52 અઠવાડિયા અને શહેરના 52 પોલીસ સ્ટેશન. દર અઠવાડિયે એક પોલીસ સ્ટેશનમાં રક્તદાન કાર્યક્રમ યોજાશે. ચાલુ વર્ષે તેવા 10 કેમ્પ યોજી 2000 યુનિટ બ્લડ એકઠુ કરવામા આવ્યુ છે. એટલે કે પોલીસ ના અભિગમ થઈ એકઠુ થયેલુ લોહી, પોલીસ ના માધ્યમથી લોકો સુધી પહોચે તેવુ આયોજન કરવામા આવ્યુ છે.
First published: March 11, 2020, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading